Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિલ્હીમાં હાલમાં લોકડાઉન નહિ લાદવાનો નિર્ણય લેવાયો

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ સોમવારે કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન ન લાદવાનો નિર્ણય લીધો છે.  ડીડીએમએ દ્વારા રેસ્ટોરન્ટમાં બેસવાની સુવિધા બંધ કરવા અને મેટ્રો ટ્રેન-બસમાં મુસાફરોની સંખ્યા ઘટાડવા જેવા અન્ય નિયંત્રણો લાદવાનું પણ વિચાર્યું હતું.  લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની અધ્યક્ષતામાં ડીડીએમએની બેઠકમાં, કોરોના વાયરસ અને તેના નવા સ્વરૂપ ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે હાલના પ્રતિબંધોને કેવી રીતે સખત રીતે લાગુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(4:43 pm IST)