Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૧૪ વર્ષીય ભરત સુબ્રમણ્યમ બન્યો ભારતનો ૭૩ મો ગ્રાન્ડ માસ્ટર

નવી દિલ્હીઃ તા.૧૦: ભારતનો ૧૪ વર્ષીય ભરત સુબ્રમણ્યમ  દેશનો ૭૩મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે. રવિવારે ઇટલીમાં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ હાંસલ કર્યું. ચેન્નાઈના ભરતે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી ૬.૫ પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો.

સાથી ભારતીય ખેલાડી એમ આર લલિત બાબૂ સાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરના આધારે ટાઈટલ મેળવ્યું હતું.

ભરતની ગેમ કોરોબોવ અને લલિત બાબૂ સામે બે ગેમ હારતા છ જીત અને એક ડ્રો સાથે સમાપ્ત થઈ. ભરતે ફેબ્રુઆરી ૨૦૨૦માં મોસ્કોમાં ખ્ફૂશ્વંશ્શ્રંદ્દ બ્ષ્ટફૂઁમાં ૧૧મુ સ્થાન મેળવ્યા બાદ પોતાનું પહેલું જીએમ માપદંડ મેળવ્યું હતું. તેણે ઓકટોબર ૨૦૨૧માં ૬.૫ અંકો સાથે બલ્ગેરિયામાં જુનિયર રાઉન્ડટેબલ અન્ડર ૨૧ ટુર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ બીજું માપદંડ પ્રાપ્ત કર્યું હતું.

જીએમ બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડોને સુરક્ષિત કરવાના હોય છે અને ૨,૫૦૦ એલો પોઈન્ટસની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે. ભરતના કોચ એમ શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે સુબ્રમણ્યમને અભિનંદન આપ્યા અને ટ્વિટ કરી કે, ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.

ભરત સુબ્રમણ્યમ ૨૦૧૯માં ૧૧ વર્ષ ૮ મહિનાની ઉંમરમાં ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો. સંકલ્પ ગુપ્તાના ૭૧મા જીએમ બન્યાના બે દિવસ બાદ મિત્રભા ગુહા ગઈ નવેમ્બરમા દેશના ૭૨મા જીએમ બન્યા હતા.

(12:40 pm IST)