Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન સેગેટનું શંકાસ્પદ સંજોગોમાં મોતઃ હોટલના રૂમમાંથી મળ્યો મૃતદેહ

ન્યૂયોક, તા.૧૦: અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન બોબ સેગેટ જેણે દ્યણા લોકોના ચહેરા પર ખુશી લાવી હતી. ઘણા લોકો માટે હસવાનું કારણ હતું. તેનું ખૂબ જ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે રાત્રે સ્ટારનું અવસાન થયું હતું અને તેનો મૃતદેહ ફ્લોરિડામાં એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો.

તેઓ ૬૫ વર્ષના હતા અને તેમના મૃત્યુનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ આ રીતે તેમના મૃત્યુના સમાચારથી હોલીવુડ ઈન્ડસ્ટ્રી નિરાશ થઈ ગઈ છે. તેના ચાહકોમાં ભારે નિરાશા છે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે તેમનું ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં રિટ્ઝ-કાર્લટન ખાતે નિધન થયું હતું. તે હોટલના કર્મચારીઓ સાંજે ૪ વાગ્યાની આસપાસ હોટલના રૂમમાં જોવા મળ્યા હતા.બોબ સેગેટની મોટી ફેન ફોલોઈંગ છે. તેણે પોતાની સ્ટેન્ડ અપ કોમેડીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેમનો જન્મ ૧૭ મે ૧૯૫૬ના રોજ અમેરિકામાં જ થયો હતો. સ્ટેન્ડ-અપ કોમેડી ઉપરાંત તેણે ટેલિવિઝન શો પણ હોસ્ટ કર્યા છે.

(11:33 am IST)