Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ઈન્ડિગોએ ૨૦ ટકા ફલાઇટ રદ્દ કરી

ઓમીક્રોન ઇફેકટ : ચેન્જ ફી માફ કરી : ગ્રાહકો પોતાના પ્રવાસની યોજના બદલી રહ્યા છે

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં મુંબઈ જેવા મહાનગરોમાં કોરોના વેરિએન્ટ ઓમીક્રોનનાવધતા કેસને ધ્યાનમાં રાખીને વિમાનનકંપનીઈન્ડિગો તેમની ૨૦ ટકા ફલાઈટમાં ઘટાડો કરશે. વર્તમાનમાં આ બન્ને શહેરોમાં કોરોનાના કેસમાં તેજીથી વધારો જોવા મળ્યો છે.

ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની તેની વર્તમાન ૧,૫૦૦થી વધુ દૈનિક ફલાઈટ્સમાંથી લગભગ ૨૦ ટકા ઘટાડવાની યોજના ધરાવે છે. ઓમિક્રોન સંક્રમણના કેસોની વધતી સંખ્યાને કારણે મોટી સંખ્યામાં ઈન્ડિગોના ગ્રાહકો તેમના ટ્રાવેલ પ્લાન બદલી રહ્યા છે.

ફલાઇટ ઓછામાં ઓછા ૭૨ કલાક અગાઉ રદ કરવામાં આવશે અને મુસાફરોને આગામી ઉપલબ્ધ ફલાઇટમાં લઈ જવામાં આવશે, નિવેદનમાં જણાવાયું છે. યાત્રીઓ કંપનીની વેબસાઈટ પર પ્લાન B હેઠળ તેમની મુસાફરી પણ બદલી શકશે. લગભગ ૨૭૫ એરક્રાફટના કુલ કાફલા સાથે સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રમાં ઈન્ડિગોનો માર્કેટિંગ હિસ્સો ૫૦ ટકાથી વધુ છે.

(11:32 am IST)