Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

એક વીકમાં છ ગણાં કેસ વધ્યાઃ મોતના કેસમાં પણ વધારોઃ હવે વેકિસનને પણ હંફાવી રહ્યો છે ઓમિક્રોન

૯ જાન્યુ.એ સમાપ્ત સપ્તાહમાં ૬,૩૮,૮૭૨ કેસ નોંધાયાં: ૨૭ ડીસે.થી ૨ જાન્યુ. વચ્ચે નોંધાયેલ ૧૦૨૩૩૦ કરતાં ૬ ગણા વધુ છે

નવી દિલ્હી, તા.૧૦: દેશમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસની સંખ્યા છ લાખ કરતાં વધારે થવાથી વેકિસન પણ ંૃજ્ઞ્ણૂશ્વંઁ સામે બેઅસર હોવાનું સાબિત થઈ રહ્યું છે.

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન એક લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

સંક્રમિતોની સંખ્યામાં એક જ સપ્તાહમાં છ ગણો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ Omicron વેરિયન્ટ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન હવે વેકિસનને પણ મા'ત આપી રહ્યો છે. વધતા સંક્રમણ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના દર્દીઓના કેસ લોડમાં ઝડપથી વધારો થયો છે. ૯ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં કોવિડ-૧૯દ્ગક્ન ૬,૩૮,૮૭૨ કેસ નોંધાયા હતા. આ કેસો ૨૭ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી વચ્ચે નોંધાયેલા ૧,૦૨,૩૩૦ કેસ કરતાં છ ગણા વધુ છે.

એ જ રીતે, કોવિડના પેશન્ટ્સની દૈનિક સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. ૨૭ ડિસેમ્બરે દેશમાં ૬૫૩૧ દર્દીઓ મળી આવ્યા હતા, જયારે ૨ જાન્યુઆરીએ આ સંખ્યા વધીને ૨૭,૫૫૩ થઈ ગઈ હતી.

ભારતમાં ૨૪ કલાકમાં ૧,૫૯,૬૩૨ નવા કેસ નોંધાયા હતા તો સામે ૪૦,૮૬૩ દર્દીઓ સાજા થયા હતા. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૭ દર્દીઓના મોત થયા હતા. દિવસે દિવસે વધી રહેલા આ આંકડા ફરી ચિંતાનો વિષય બન્યા છે.

સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૯,૬૩૨ કોરોના કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૫,૯૦,૬૧૧ થઈ ગઈ છે. તો સામે છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૭ મૃત્યુ નોંધાયા છે.રવિવારે ૧,૫૯,૬૩૨ કેસ નોંધાયા હતા, જે શનિવાર કરતા ૧૩ ટકા વધુ છે.

ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા ૩૬૨૩ પહોંચી ગઈ છે. જેમાંથી ૧૪૦૯ દર્દીઓ રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦૦૯ કેસ છે જયારે દિલ્હી બીજા ક્રમે ૫૧૩ કેસ સાથે છે.

(10:55 am IST)