Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આ મામલે સાત લોકોની ધરપકડ કરાઇ

કેરળમાં ચાલતો હતો પત્નિઓની અદલા બદલીનો ગંદો ખેલઃ ગેંગમાં હજારો સભ્યો સામેલ

તિરુવનંતપુરમ, તા.૧૦: કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે આ મામલે સાત લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં એ વ્યકિત પણ સામેલ છે જેની પત્નીએ ફરિયાદ કરી  હતી કે તેને તેનો પતિ અપ્રાકૃતિક યૌન સંબંધ માટે જબરદસ્તી કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ મહિલાની ફરિયાદની તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ થયો.

ફરિયાદ મુજબ ફરિયાદકર્તાને અન્ય પુરુષો સાથે અપ્રાકૃતિક સંબંધ માટે જબરદસ્તી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તપાસ દરમિાયન ખબર પડી કે આ મહિલાને તેના પતિએ અન્ય સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. તપાસ દ્વારા પોલીસ આ ગેંગ સુધી પહોંચી.

પોલીસે જણાવ્યું કે આ ગેંગ ટેલિગ્રામ અને મેસેન્જર એપથી એકબીજાનો સંપર્ક કરતા હતા. આરોપીઓને કોટ્ટાયમ, અલપ્પુઝા અને એર્નાકુલમથી ધરપકડ કરાઈ. પોલીસનું કહેવું છે કે આ ચેટ ગ્રુપના હજારો સભ્ય છે. આથી તેની વિસ્તૃત  તપાસ કરવામાં આવશે.

(10:26 am IST)