Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જીએસટીઆર-૩બી : સાઇટ પર વ્યાજ ગણવાનું કેલકયુલેટર સામેલ કરાશે

નવી દિલ્હી તા. ૧૦ : ટૂંક સમયમાં જીએસટીઆર-૩બી માટેના જીએસટી નેટવર્ક પર કર ભરવામાં મોડું થયા બાદ કેટલું વ્યાજ ભરવાનું થશે, એની ગણતરી કરવા માટેનું કેલકયુલેટર સામેલ કરાશે.

જીએસટી નેટવર્કે જણાવ્યું હતું કે જીએસટીઆર-૩બી ભરવા માટેના પિરિયડ માટે કરદાતાએ જાહેર કરેલી વિગતોને આધારે ન્યૂનત્તમ કેટલું વ્યાજ ભરવાનું આવશે, એની ગણતરી આ નવા ફિચર દ્વારા કરવામાં આવશે. આ સુવિધા ટૂંક સમયમાં જીએસટીના પોર્ટલ પર જોવા મળશે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે કરદાતા સ્વયં કરની ગણતરી કરી શકે એ માટે જીએસટીઆર-૩બીમાં વ્યાજની ગણતરી કરવા માટેનું આ નવું કેલકયુલેટર સામેલ કરવામાં આવ્યું છે. મોડેથી રિટર્ન ભરતા લોકોની સુવિધા માટે આ કેલકયુલેટરને સામેલ કરાયું છે. કાયદા પ્રમાણે કરદાતાએ વેરિફાય કરીને ચોક્કસ વ્યાજ ભરવાનું હોય છે. જીએસટીના કાયદા પ્રમાણે સમયસર કર ન ભરવા બદલ ૧૮ ટકાના હિસાબે વ્યાજ વસૂલવામાં આવે છે. આ સાથે ગેરવાજબી અથવા વધુ પડતી ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી) અથવા એજયુકેશન ઓફ ટેકસ લાયાબિલિટીઝની માગણી કરવા બદલ ૨૪ ટકાના હિસાબે વ્યાજ વસૂલવામાં આવે છે.

(10:25 am IST)