Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આજથી દેશમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ

રસી માટે પાત્ર લોકો સીધા રસીકરણ કેન્દ્ર પર પહોંચી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે : ૬૦ વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકોને બૂસ્ટર ડોઝ લાગી શકે બીજા અને ત્રીજા ડોઝની વચ્ચે ૯ મહિના અથવા ૩૯ અઠવાડિયાનું અંતર હોવું જોઇએ

નવી દિલ્હી તા. ૧૦ : આજથી બુસ્ટર ડોઝ આપવાનું શરૂ થયું છે. હકિકતમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો કોઈ પણને કોરોનાની રસીનો આ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને આ પ્રિકોશનરી ડોઝ વરિષ્ઠ નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાના આ બૂસ્ટર ડોઝનું રજીસ્ટ્રેશન શનિવારે શરુ કરી દેવામાં કરવામાં આવ્યુ.  સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે રસી માટે પાત્ર લોકો સીધા રસીકરણ કેન્દ્ર પર પહોંચી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ પ્રિકોશન ડોઝ માટે શું છે પ્રક્રિયા તે જાણો.

હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈ શકે. તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓછી ગંભીર બિમારીથી પીડિત વ્યકિતને પણ ડોઝ મળશે.

બૂસ્ટર ડોઝ માટે પાત્ર તમામ વ્યકિતઓને બીજા અને ત્રીજા ડોઝની વચ્ચે ૯ મહિના અથવા ૩૯ અઠવાડિયાનું અંતર હોવું જોઈએ.

પ્રિકોશનરી ડોઝ તરીકે આપવામાં આવનારી રસી પહેલા આપવામાં આવનારી રસી જ હશે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે મિશ્રિત રસી  નહીં આપવામાં આવે. એટલે કે જો રસીના બન્ને ડોઝ કોવિશીલ્ડ છે તો તમને પ્રિકોશન ડોઝ તરીકે કોવિશીલ્ડ જ લાગશે. આવું બાકીની રસીમાં પણ રહેશે.

પ્રિકોશન ડોઝ માટે ગંભીર રોગની શ્રેણીમાં હૃદય રોગથી સંબંધિક બિમારી ડાયબિટિસ, કિડની બિમારી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર અને અન્ય શરત સામેલ છે. રસીના બૂસ્ટર ડોઝથી કોરોના સામે વધારે સુરક્ષા મળશે.

પ્રિકોશનરી ડોઝ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું

.   બૂસ્ટર ડોઝ યોગ્ય પાત્ર હાજર પોતાના  Co-WIN અકાઉન્ટથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

.   તમામ લાભાર્થી આ ડોઝ માટે એડવાન્સમાં કેન્દ્ર પર જઈને અથવા  Co-WIN પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે

.   પ્રિકોશન ડોઝ માટે પાત્રતાની શરત Co-WIN એપ પર રસીના બીજા ડોઝની તારીખ પર આધારિત રહેશે.

આધાર કાર્ડના માધ્યમથી વેરિફિકેશન થશે

.   આધાર કાર્ડ ઉપરાંત પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પેન કાર્ડ, સ્માર્ટ કાર્ડ, પેંશન ડોકયૂમેન્ટ અને કર્મચારી ઓળખ પત્ર પણ માન્ય રહેશે.

.   રજિસ્ટ્રેશન બાદ હજુ પણ પ્રિકોશન ડોઝની તારીખ આપવામાં આવશે. Co-WIN એપના માધ્યમથી લાભાર્થીને મેસેજ આવશે

.   રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે થશે.

.   તમામ રસીકરણના રિયલ ટાઈમ રિકોર્ડ રાખવામાં આવશે.

(10:21 am IST)