Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

લેબોરેટરી ટેકનીશ્‍યન તથા ખેતી મદદનીશની ભરતીઃ SBI દ્વારા પણ વિવિધ પદો ભરાશે

લેબોરેટરી ટેકનીશ્‍યન માટે ર૦ જાન્‍યુઆરી, ખેતી મદદનીશ માટે ર૮ જાન્‍યુઆરી તથા SBIમાં મેનેજર, આંતરિક લોકપાલ સહિતની જગ્‍યાઓ માટે ૧૩ જાન્‍યુઆરી સુધીમાં અરજી કરી શકાય છેઃ કુલ ૩પ૮ જગ્‍યાઓ

રાજકોટ તા. ૧૦ : સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો અમૂલ્‍ય મોકો આપતી લાખેણી નોકરી મેળવવા માટે આજનું યુવાધન હંમેશા આતૂર હોય છે. હાલમાં વિવિધ ક્ષેત્રે ભરતીઓ ચાલી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો...
* ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેબોરેટરી ટેકનીશ્‍યન (વર્ગ-૩) ની કુલ ૩૧૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે, જેમાં તારીખ ર૦-૧-ર૦રર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે.
ઓનલાઇન અરજી કરવા માટે
https://ojas.gujarat.gov.in
વેબસાઇટ ઉપર જવાનું છે. ઉપરાંત સંબંધિત સંવર્ગની સીધી ભરતીની જગ્‍યા માટેની વિગતવાર જાહેરાત કે જેમાં વયમર્યાદા, દિવ્‍યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્‍યાઓ, કુલ કક્ષાવાર જગ્‍યાઓ, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત, અન્‍ય વિગતવાર જોગવાઇઓ, માહિતી સુચના, શરતો વિગેરે પસંદગી મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ.
https://gpssb.gujarat.gov.in
અને
https://ojas.gujarat.gov.in
ઉપર મૂકવામાં આવી હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.
* આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના ક્ષેત્રાધિકારમાં આવેલ જુદી - જુદી કચેરીઓમાં વર્ગ-૩ ની બિન-શૈક્ષણિક સંવર્ગ હેઠળ ખેતી મદદનીશ અને તેની સમકક્ષ ખાલી જગ્‍યાઓ ફીકસ પગારથી પાંચ વર્ષના સમયગાળા માટે કરારના ધોરણે ભરવા માટે બિનઅનામત (સામાન્‍ય-જનરલ) કેટેગરીના  EWS (આર્થિક રીતે  નબળા વર્ગો) માં આવતા ઉમેદવારોની ભરતી ચાલી રહી છે. જેમાં તારીખ ર૮-૧-ર૦રર સુધીમાં નિયત કરેલ નમુનામાં પ્રમાપત્રોની નકલ સાથેની અરજી કુલસચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે રૂબરૂ અથવા પોસ્‍ટ મારફત પહોંચાડવી જરૂરી છે. ઉમેદવારોએ અરજીના કવંર ઉપર જાહેરાત ક્રમાંક તથા અરજી ક્રમાંક દર્શાવવાનો રહેશે. આ અંગેની વિસ્‍તૃત માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in ઉપર જોઇ શકાય છે. આ ભરતી રર-પ-ર૦૧૮ ના રોજ પ્રસિધ્‍ધ થયેલ જાહેરાત ક્રમાંકઃ ૦૩/ર૦૧૮ (બિન-શૈક્ષણિક) માં સુધારા સંદર્ભે છે. આ જાહેરાત અન્‍વયે જે ઉમેદવારોએ બિન અનામત (જનરલ - સામાન્‍ય) કેટેગરીના ઉમેદવાર તરીકે અરજી કરેલ હતી અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અરજી કરવા ઇચ્‍છુક હોય તેઓ અરજીપાત્ર છે.
* ભારતની સૌથી મોટી નેશનલાઇઝડ બેન્‍ક સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (SBI) દ્વારા (ફોન નં. ૦રર રર૮ર૦૪ર૭) નિયમિત-કોન્‍ટ્રાકટના ધોરણે સ્‍પેશ્‍યાલીસ્‍ટ કેડર ઓફીસર્સની ભરતી થઇ રહી છે, જેમાં ઓનલાઇન અરજી કરવાની અને ફીની ચુકવણીની છેલ્લી તારીખ ૧૩-૧-ર૦રર છે. ઉમર, પાત્રતા, અનુભવ, નોકરીની રૂપરેખા, આવશ્‍યક ફી, ઓનલાઇન અરજી કરવાની રીત સહિતની તમામ વિગતો બેન્‍કી વેબસાઇટ.
https://bank.sbi/web/careers
અથવા
https://www.sbi.co.in/web/careers
ઉપર જોઇ શકાય છે. જે કેડરમાં ભરતી થવાની છે તેમાં આસીસ્‍ટન્‍ટ મેનેજર  (માર્કેટીંગ કોમ્‍યુનિકેશન), ડેપ્‍યુટી મેનેજર (ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ), મેનેજર (એસએમઇ પ્રોડકટસ), ચીફ મેનેજર (કંપની સેક્રેટરી) તથા આંતરીક લોકપાલનો સમાવેશ થાય છે.
ઉચ્‍ચ અને સફળ કારકિર્દી બનાવવા માટે હાલમાં ઘણી બધી નોકરીઓ સામે આવી છે. ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, આત્‍મ વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સોનેરી ભવિષ્‍ય આપ સૌને રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌની ઓલ ધ બેસ્‍ટ.
(કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે કે જેથી લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મળી શકે).

 

(10:10 am IST)