Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

માતાને દોરડે બાંધી ૧૩ વર્ષની પુત્રીને ત્રણ નરાધમો બગીચામાં ઉપાડી ગયા અને ગેંગરેપ કર્યો: પોલીસે આંખ આડા કાન કર્યા: અંતે કોર્ટ મદદે આવી

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના બેનીગંજમાં નોંધાયેલી એફઆઈઆરમાં એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેની ૧૩ વર્ષની બહેન તેની માતા સાથે ૨૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ શૌચ કરવા માટે ગામની બહાર એક બગીચામાં ગઈ હતી.  તે જ સમયે ગામના ત્રણ યુવકો અખિલેશ, અમિત અને કમલેશ હાજર હતા.  આરોપ છે કે ત્રણેય યુવકોએ તેની માતાને પકડીને દોરડાથી બાંધી દીધી અને મોઢામાં કપડું ભરી દીધું.  જે બાદ ત્રણેય યુવકો તેની બહેનને બગીચામાં લઈ ગયા અને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો.  બાદમાં કિશોરી કોઈક રીતે ત્યાંથી ભાગીને તેની માતા પાસે પહોંચી અને તેના દોરડા ખોલી અને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી.  જે બાદ મહિલા તેની પુત્રી સાથે ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને જાણ કરીને એફઆઈઆર નોંધવા બેનીગંજ કોતવાલી ગઈ.

એવો આરોપ છે કે ત્યાં પોલીસ નિરીક્ષકે તેને સંબંધિત વ્યક્તિઓ સાથે સમાધાન કરવા માટે કહીને કાઢી મુકેલ.
આ અંગે પીડિત પરિવારે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પત્રો પણ આપ્યા હતા. પરંતુ કેસ ન નોંધાતા પીડિતાએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બાદમાં કોર્ટના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
અધિક પોલીસ અધિક્ષક દુર્ગેશ કુમાર સિંહે કહ્યું કે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(9:35 am IST)