Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ બે ડિગ્રીએ પહોંચ્યું : પાણી પણ બરફ બની ગયું

બગીચા અને ગાડીઓ ઉપર પણ બરફની પાતળી પરત બની ગઈ : માઇનસ ડિગ્રીમાં પણ સહેલાણીઓ માણી રહ્યા છે ઠંડીની મજા

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ બે ડિગ્રીએ પહોંચી ગયું છે. જેના કારણે પાણીના કૂંડમાં પણ બરફ જામી ગયું છે. તો બીજી તરફ બગીચા અને ગાડીઓ ઉપર પણ એક બરફની પાતળી પરત બની ગઈ છે. માઇનસ ડિગ્રીમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં અતિ બરફ વર્ષા થઈ છે. જેથી ઉત્તર ભારતમાં બરફીલા પવન ચાલી રહ્યાં છે. જેને લઈને ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન ગગડવાના કારણે પાણી પણ બરફ બની ગયું છે.

ગુજરાતમાં પણ માવઠા પછી ઠંડીમાં એકાએક વધારો થયો છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)