Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સુપ્રીમ કોર્ટમાં કોરોના વિસ્ફોટ : 4 જજ સહિત 150 કર્મચારીઓને કોરોના વળગ્યો

કોર્ટના 200 કર્મીઓનો રિપોર્ટ હજુ બાકી: સુપ્રીમના કુલ 32 જજમાંથી 4ને કોરોના :સુપ્રીમ કોર્ટમાં પોઝિટિવિટી રેટ 12.5 ટકા

નવી દિલ્હી :  સંસદ બાદ હવે સુ્પીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે, દેશમાં રોકેટની ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે, સુપ્રીમ કોર્ટમાં 4 જજ કોરોના સંક્રમિત થયા છે અને 150 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. ,32 જજ માંથી હાલ 4 જજ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુપ્રીમમાં પોઝિટિવિટી 12.5 ટકા જોવા મળી છે.

દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. શનિવારે સંસદ ભવનમાં કોરોના વિસ્ફોટ થયો હતો. 6-7 જાન્યુઆરીએ અહીં કામ કરતા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 400 થી વધુના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. બજેટ સત્ર આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં આ અહેવાલ ડરાવનારો છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ 400 કર્મચારીઓને ચેપ લાગ્યા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી. દરમિયાન, વધતા COVID19 કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્યસભા સચિવાલયે કર્મચારીઓની હાજરીમાં ઘટાડો કર્યો છે

ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે નવા કોરોના કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો. એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે. રવિવારે 1,59,632 નવા કોરોના કેસ નોંધાયા હતા. વળી, 40,863 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. દરમિયાન, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 327 મોત થયા છે.

(12:00 am IST)