Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખો : અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને પણ ચેતવ્યા

વિપક્ષને ડર લાગ્યો : ટ્રમ્પને સૈન્ય યુદ્ધ છેડવા કે લોન્ચ કોડ હાંસલ કરીને પરમાણુ હુમલો કરવાથી રોકી શકાય.

નવી દિલ્હી: અમેરિકા માં બરાબર 10 દિવસ બાદ નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનનો શપથગ્રહણ સમારોહ આયોજિત થવાનો છે અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય થવાની છે. હાલમાં અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસવા માટે ભીડને ઉક્સાવવાના મામલે જો ટ્રમ્પ તત્કાળ રાજીનામું નહીં આપે તો સદન તેમને હટાવવા માટે મહાભિયોગ લાવવા સંબંધિત પ્રક્રિયા આગળ વધારશે. 

અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને ચેતવ્યા છે કે ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખવામાં આવે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે નેન્સીએ વાત કરી અને કહ્યું કે ન્યૂક્લિયર કોડથી ટ્રમ્પને દૂર રાખવા અંગે ચર્ચા કરે. 

નેન્સી પેલોસીએ ચેતવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે સૈન્ય યુદ્ધના હાલાત પેદા કરી શકે છે. પેલોસ્કીએ ડેમોક્રેટિક સાંસદોને પત્ર લખીને જાણકારી આપી છે કે, 'આજે સવારે મે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે વાત કરી અને કહ્યું કે તેઓ તે સાવધાનીઓ પર ચર્ચા કરે જેનાથી એક સનકી રાષ્ટ્રપતિને સૈન્ય યુદ્ધ છેડવા કે લોન્ચ કોડ હાંસલ કરીને પરમાણુ હુમલો કરવાથી રોકી શકાય.'

(5:36 pm IST)