Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

બંગાળામાં તમામને કોરોના રસી મફત આપવાની મમતા બેનર્જીની જાહેરાત : રાજયમાં જારદાર તૈયારી

સૌપ્રથમ આરોગ્ય કર્મીઓ તથા ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી અપાશે : મમતા બેનર્જીની મોટી જાહેરાત - બંગાળમાં કોરોના રસી મફત હશે

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના રસીકરણને લઈને મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્ય સરકાર કોરોના રસી રાજ્યના તમામ જરૂરીયાતમંદ લોકોને નિ:શુલ્ક લગાવવામાં આવશે. મમતાએ કહ્યું છે કે રાજ્ય સરકાર આ માટેની વ્યવસ્થા કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા સરકારની આ મોટી જાહેરાત છે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું, મને એ વાતની ખુશી થાય છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોના રસી સુવિધા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા મમતા બેનર્જીએ તેમના રાજ્યના લોકોને કોરોના રસી વિના મૂલ્યે અપાવવાનો નિર્ણય લીધો છે. જો કે, પસંદ કરાયેલા લોકો માટે રસી 16 જાન્યુઆરીથી શરૂ થાય છે. આમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો શામેલ છે જેમને પહેલાથી રોગ છે. કેન્દ્ર સરકારે હજી સુધી કહ્યું નથી કે આ લોકો પાસેથી પૈસા લેવામાં આવશે કે નહીં.

દરમિયાન, દિલ્હી સહિતના ઘણા રાજ્યોએ માંગ કરી છે કે દેશવાસીઓ નિ:શુલ્ક કોરોના રસી આપવી જોઈએ. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે વચન પણ આપ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો કોરોના રસી બધા લોકોને વિના મૂલ્યે આપવામાં આવશે.

દેશ - દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો.

(1:42 pm IST)