Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

તમે શિક્ષાથી ડરો છો,ફિલ્મથી ડરો છો તમે,કેવી પાર્ટી છો યાર : છપાકના વિરોધ મામલે મનીષ સિસોદિયાનો ભાજપને ટોળો

જો તેમણે બહિષ્કાર કરવો છે તો કોણ તેમને જબરદસ્તી ફિલ્મ દેખાડી શકે છે.??

 

નવી દિલ્હી : બૉલીવુડ અભિનેત્રી દીપિકાની ફિલ્મ 'છપાક'ના વિરોધને લઈને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, જો તેમણે બહિષ્કાર કરવો છે તો કોણ તેમને જબરદસ્તી ફિલ્મ દેખાડી શકે છે. તેઓ ક્યારેય અને કોઈપણ ફિલ્મ ન જોવા માટે સ્વતંત્ર છે. આ દેશમાં આઝાદી છે, પણ ફિલ્મથી ડર લાગે છે?

 તેમણે કહ્યું, હજુ મેં ફિલ્મ નથી જોઈ. તક મળશે તો જોઈશ. મારા બાળકોને પણ જોવા લઈ જઈશ. એક ફિલ્મ જે એસિડ અટેક સર્વાઈવર પર બનાવવામાં આવી છે, તમે તેનાથી ડરો છો. તમે શિક્ષાથી ડરો છો. ફિલ્મથી ડરો છો તમે, કેવી પાર્ટી છો યાર.

  અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી પહોંચી હતી દીપિકાએ ત્યાં કોઈ સ્પિચ આપી નહિ, માત્ર વિદ્યાર્થીઓના સમર્થનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ દીપિકાની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા કરવામાં આવી હતી અને દિલ્હી પ્રદેશ ભાજપાએ દીપિકાની છપાકનો બહિષ્કાર કરવા જાહેર કર્યું હતું .

(12:12 am IST)