Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

આજથી નાગરિક્તા સંશોધન કાનૂન (CAA) 2019 સમગ્ર દેશમાં લાગૂ:સરકારે નોટિફિકેશન કર્યું જાહેર

પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, પારસી શરણાર્થીઓ ભારતનું નાગરિકત્વ મેળવી શકશે

નવી દિલ્હી : નાગરિકતા સુધારા અધિનિયમ અંગે દેશમાં અનેક જગ્યાએ ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. ત્યારે નાગરિકત્વ કાયદાને લઈને દેશના ઘણા વિસ્તારોમાં તીવ્ર હિંસા પણ જોવા મળી છે. જો કે હવે સરકારે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) 2019 ની જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 10 જાન્યુઆરી, 2020 થી સમગ્ર દેશમાં નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

નાગરિકત્વ અધિનિયમ, 1955માં બદલવા કરવા માટે કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારણા બિલ લાવ્યું હતું. જ્યારે આ બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ કરાયા પછી રાષ્ટ્રપતિની સહી કર્યા પછી તેનો કાયદો બનાવ્યો હતો. હવે સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

આ સાથે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, પારસી શરણાર્થીઓ ભારતનું નાગરિકત્વ મેળવી શકશે. હમણાં સુધી તેઓ ગેરકાયદેસર શરણાર્થી માનવામાં આવી રહ્યા હતાં.

(11:22 pm IST)