Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ માંગ્યો નોબેલ પુરસ્કાર :કહ્યું કાસીમ સુલેમાનીને મારીને મેં અમેરિકાને ન્યાય અપાવ્યો : હું નોબેલનો હક્કદાર છું

ટ્રમ્પે કહ્યું કે, મેં એક દેશને બચાવ્યો, અને મેં સાંભળ્યું છે કે દેશના પ્રમુખને દેશને બચાવવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે

 

વૉશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નોબેલ માંગ્યો છે તેઓએ 2020ની ચૂંટણી રેલીમાં એવો તર્ક આપ્યો કે કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને  મારવા માટે ડ્રોન હુમલાનો આદેશ આપીને 'અમેરિકાના નાગરિકો સાથે ન્યાય' કર્યો છે. માટે હું નોબેલ પુરસ્કારનો હકદાર છું.

 

   જ્યારે ડેમોક્રેટિક નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કોઈ વિચાર કર્યા વગર પગલું ઉઠાવવામાં આવ્યું છે. વિપક્ષે ગૃહમાં એક પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાનની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરતાં પહેલા કૉંગ્રેસની સલાહ લેવી જોઈતી હતી.
  
ટ્રમ્પે કહ્યું કે, તેઓએ ક્યારેય નોબેલ પુરસ્કાર નથી જીત્યો. 2019ના નોબેલ પુરસ્કાર વિજેતા, ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદની તરફ ઈશારો કરતાં તેઓએ કહ્યું કે તેઓ પોતે પણ સન્માનના હકદાર છે. ટ્રમ્પે કહ્યું કે, મેં એક દેશને બચાવ્યો, અને મેં સાંભળ્યું છે કે દેશના પ્રમુખને દેશને બચાવવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

  ગત સપ્તાહે કાસિમ સુલેમાનીની હત્યાએ અમેરિકા હને ઈરાનની વચ્ચે તણાવને વધારી દીધો છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પડોશી ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણાઓ પર અનેક મિસાઇલો છોડી. જ્યારં હજારો અમેરિકન સૈનિકો હતા. હુમલામાં અમેરિકા કે ઈરાની સૈનિકો માર્યા ગયા હોય તેવા કોઈ સમાચાર નથી. ટ્રમ્પે કહ્યું કે, તેમની પાસે ઈરાનની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવાની હાલમાં કોઈ યોજના નથી. તેને બદલે તેઓ ઈસ્લામી ગણરાજ્યની વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધો લાગુ કરશે.

ઈરાને ટ્રમ્પ માટે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં એક નવો મોર્ચો ખોલી દીધો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું કે રાષ્ટ્રપતિએ એક ખતરનાક આતંકવાદીને માર્યો છે. કાર્યવાહી તે સમય કરવામાં આવી જ્યારે દુનિયાને સૌથી ખતરનાક આતંકવાદીથી ખતરો હતો.

(11:09 pm IST)