Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દિલ્લીમાં થનાર ચૂંટણીઓને લઇ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલ દિલ્લી વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શોએબ ઇકબાલ કોંગ્રેસ છાડી 'આપ' માં સામેલ થયા

દિલ્લીમાં ચૂંટણીઓનું એલાન થઇ ચુકયુ છે આને માટે તમામ રાજનીતિક પાર્ટીઓમાં હલચલ તેજ થઇ ગઇ છે. માટે મટીયા મહલ વિધાનસભા સીટથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલ દિલ્લી વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શોએબ ઇકબાલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ઙ્ગગયા છે.

ગુરૂવાર સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એમને પાર્ટીનુ સભ્યપદ આપ્યું. શોએબ ઇકબાલ ૧૯૯૩ થી લઇ ર૦૧પ સુધી સતત જીતતા રહેલ. પણ ર૦૧પ ના વિધાનસભા ચૂંટણીઓમાં એમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આસિમ અહમદખાનની સામે હારનો સામનો કરવો પડયો.

શોએબ ઇકબાલને પાર્ટીની સદસ્યતા આપ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું કે શોએબ ઇકબાલ પોતાની પુરી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

એમની પાર્ટી એમનું હ્ય્દયપૂર્વક સ્વાગત કરે છે. અમારી પાર્ટી છેલ્લા પાંચ વર્ષથી દિલ્લીમાં ગરીબો માટે કામ કરી રહી છે મને પુરી આશા છે કે શોએબજીના આવવાથી એમને વધારે મજબૂતી મળશે અમે સાથે મળીને દિલ્લીને વધારે બહેતર કરવાની કોશિષ કરશું.

શોએબ ઇકબાલએ ર૦૧પ ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટીકીટ પર લડી હતી પણ અહી પ્રથમ વખત એમને હારનો સામનો કરવો પડયો હતો. કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી  શોએબ ઇકબાલએ કહ્યું આમ આદમી પાર્ટીમાં સામેલ થવાથી મને ખૂબ સારૂ લાગી રહ્યું છે. દિલ્લીની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે.

(11:00 pm IST)