Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પાકિસ્તાનના કવેટામાં મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ : 15 લોકોના મોત : 40 ઘાયલ

એક આત્મઘાતી હુમલાખોરે પિશિન બસ સ્ટોપની પાસે એક સૈન્ય ટ્રકને નિશાન બનાવ્યો

ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે જયારે 40 લોકો ઘાયલ થયા છે

 પાકિસ્તાનના અખબાર ડોન મુજબ  અધિકારીઓએ કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે  જેમાં 8 સૈનિક સામેલ છે. હુમલામાં 40 લોકોને ઈજા થયાના સમાચાર છે. એક આત્મઘાતી હુમલાખોરે શુક્રવારે સાંજે પિશિન બસ સ્ટોપની પાસે એક સૈન્ય ટ્રકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

બોમ ડિસ્પોઝલ સ્ક્વાયડના એક અધિકારીએ જણાવ્યું કે, મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ સેનાના ટ્રકની નજીક આવ્યો અને તેણે પોતાને ઉડાવી દીધો હતો. અસલમ તારેને કહ્યું કે, આત્મઘાતી હુમલામાં આશરે 25-30 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

(10:24 pm IST)