Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

બિનજરૂરી રીતે તેને શકમંદ બનાવી દેવાઈ છે : આઈશી ઘોષ

સંકુલમાં ફરવાથી કોઇ ગુનેગાર બનતા નથી : પોલીસે પક્ષપાત કર્યો છે : કોઇ ખોટુ કામ કર્યાનો ઇન્કાર

નવી દિલ્હી,તા. ૧૦ : જેએનયુ હિંસાના મામલામાં પોલીસે પોતાના હાથમાં લાગેલા પુરાવાઓની માહિતી આપ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ નામ આવ્યા બાદ જેએનયુએસયુના પ્રમુખ આઈશી ઘોષ દ્વારા આજે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ઘોષે કહ્યું હતું કે, તેઓએ કોઇ ખોટુ કામ કર્યું નથી. તેમને ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઘોષે જેએનયુ હિંસા મામલામાં શંકાસ્પદ તરીકે તેની ઓળખ કરવામાં આવ્યા બાદ હુમલા કરીને પ્રહારો કર્યા હતા. પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ કરતા આઈશીએ કહ્યું હતું કે, તેમના ઉપર હુમલાને લઇને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુદ્દાને અલગરીતે લઇ જવા તેમને શંકાસ્પદ દર્શાવવામાં આવ્યા છે. આઈશીએ કહ્યું હતું કે, તેમને દેશની કાનૂન વ્યવસ્થા પર વિશ્વાસ છે અને તેમને ન્યાય મળશે. આજે દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ યોજીને શંકાસ્પદોના ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો.

                 તેમના ફોટા પણ જારી કરવામાં આવ્યા હતા. આઈશીએ કબૂલાત કરી હતી કે, તે વિડિયોમાં દેખાઈ રહી છે જે સોશિયલ મિડિયામાં ચાલી રહ્યો છે પરંતુ તે હિંસામાં કોઇરીત સામેલ હતી. કેટલાક વિડિયોમાં દેખાયા બાદ તેને શકમંદ બનાવી દેવામાં આવી છે. તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આને લઇને ધ્યાન આપવામાં આવ્યું નથી. સંકુલની અંદર ફરવાની બાબત ગુના તરીકે છે તેવો પ્રશ્ન તેમના તરફથી કરાયો છે. કોઇના કહેવાથી શંકાસ્પદ બની જતાં નથી. તેમના હાથમાં કોઇ લાકડી હતી અથવા તો બુરખાપણ પહેરેલા હતા. દિલ્પી પોલીસ તપાસ કરી શકે છે. તેમની પાસે પણ પુરાવા રહેલા છે. તેમના પર કઇરીતે હુમલા થયા તેના પણ પુરાવા છે.

(7:54 pm IST)