Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સગીરો બાબતે ઓછામાં ઓછી ૭ વર્ષની સજાવાળા કેસ ગંભીર ગણાશે, જધન્ય નહીં

નવી દિલ્હી તા. ૧૦ : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે કેસોમાં લઘુતમ સજા સાત વર્ષથી ઓછી હોય અથવા નકકી ન હોય પણ મહત્તમ સજા સાત વર્ષથી વધુ હોય એવા ગુનાને સગીર આરોપીના કેસમાં ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે, જધન્ય આપરાધની શ્રેણીમાં નહીં સુપ્રિમે ચુકાદાની કોપી કેન્દ્ર સરકારને મોકલવાનો આદેશ આપ્યો છે. જેથી તેને વહેલામાં વહેલી તકે કાયદાકીય જોગવાઇ બનાવવામાં આવે ત્યાં સુધી કોર્ટના ચુકાદાને અમલમાં મુકાય.

સુપ્રિમ કોર્ટમાં એ સવાલ થયો કે જો અધિકતમ સજા સાત વર્ષથી વધુ હોય અને ન્યુનતમ સજા સાત વર્ષથી ઓછી હોય તો શું તેને જે જે એકટ હેઠળ જધન્ય અપરાધની શ્રેણીમાં મુકાશે? અત્યારે ૧૬ થી૧૮ વર્ષની ઉંમર વચ્ચેના સગીરે જો જધન્ય અપરાધ કર્યો હોય તો તેનો કેસ વયસ્કની જેમ ચલાવવાની જોગવાઇ છે.

આ કેસમાં સગીર વિરૂદ્ધ મોટર એકસીડન્ટના કેસમાં ઇરાદા વગર હત્યાનો કેસ નોંધાયો હતો. નીચલી અદાલતે ગુનાને જધન્ય શ્રેણીને વયસ્કની જેમ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. જયારે સુપ્રિમે કહ્યું કે આ કેસ જધન્ય અપરાધની શ્રેણીમાં નથી આવતો કેમ કે ઇરાદા વગરની હત્યાના કેસમાં લઘુતમ સજા નકકી નથી  જયારે મહત્તમ ૧૦ વર્ષ અથવા ઉમર કેદની જોગવાઇ છે. આ કેસ ૪ એપ્રિલ ર૦૧૬નો છે. સગીરની ગાડીથી એક માર્કેટીંગ એકઝીકયુટીવનું નોર્થ દિલ્હીમાં કચડાઇને મોત થયું હતું હવે આરોપી ઉપર એક સગીર તરીકેનો જ કેસ ચાલશે જો કે હવે તે વયસ્ક થઇ ચુકયો છે.

(4:33 pm IST)