Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ખાદ્યપદાર્થોના ભાવ પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ

વેજીટેબલ ઓઇલ-ખાંડ અને ડેરી પ્રોડકટસમાં ભાવ વધારોઃ ખાદ્ય પદાર્થોનો ઇન્ડેકસ ઊછળ્યો

નવી દિલ્હી તા. ૧૦ :.. દેશ અને દુનિયામાં ખાદ્ય પદાર્થોના ભાવ સતત ત્રીજા મહિને વધીને ડીસેમ્બરમાં પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતાં. સંયુકત રાષ્ટ્ર સંઘના ફુડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) અનુસાર તેની પાછળ વનસ્પતી ઓઇલ, ખાંડ અને ડેરીના ભાવમાં થયેલો ભારે વધારો અને અનાજના ઘટતા ભાવ મુખ્યત્વે કારણરૂપ છે.

એફએઓ દ્વારા ફુડ પ્રાઇસ ઇન્ડેકસમાં અનાજ, તેલીબીયા, ડેરી પ્રોડકટસ મીટ અને ખાંડના ભાવમાં માસિક થતા ફેરફારને માપવામાં આવે છે. આ માપદંડ અનુસાર ગયા મહિને ડીસેમ્બરમાં આ તમામ ખાદ્ય પ્રોડકટસના ભાવ ડીસેમ્બર-ર૦૧૪ બાદ સૌથી વધુ વધીને સરેરાશ ૧૮૧.૭ પોઇન્ટ પર પહોંચી ગયા છે. સમગ્ર વર્ષનો એવરેજ ઇન્ડેકસ ૧૭૧.પ પોઇન્ટ રહયો છે, જે ર૦૧૮ ની તુલનાએ ૧.૮ ટકા વધુ છે. જો કે ર૦૧૧ ના ર૩૦ પોઇન્ટથી ઘણો ઓછો છે.ડેરી પ્રાઇસ ઇન્ડેકસ ડીસેમ્બરમાં ૩.૩ ટકાના વધારા સાથે એવરેજ ૧૯૮.૯ રહયો હતો. ખાંડનો પ્રાઇસ ઇન્ડેકસ ૪.૮ ટકા વીધને ૧૯૦.૩ પર પહોંચી ગયો હતો. વેજિટેબલ ઓઇલના ભાવમાં પણ ભારે વધારો થતાં પ્રાઇસ ઇન્ડેકસ ૯.૪ ટકા વધીને ૧૬૪.૭ પર પહોંચી ગયો છે.

(4:31 pm IST)