Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

યોગી આદિત્યનાથની જીવન શૈલી સામાન્ય વ્યકિતની જેમઃ કટહરનું શાક અતિ પ્રીય

સવારે ૪ વાગ્યે જાગે છેઃ બાફેલા ચણા, દાળીયા અને પપૈયાનો નાસ્તો કરે છે : રાત્રે જમવામાં રોટલી, ખીર, શાક, દાળનું મેનુ : સુતા પહેલા એક ગ્લાસ દુધ અચુક પીવે

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જીવન શૈલી સામાન્ય માણસની જેમ છે. તેમનુ ભોજન પણ એકદમ સાદુ છે. તેઓ સવારે ૪ વાગે ઉઠીને દૈનિક ક્રિયાઓ બાદ પુજા-પાઠ કરી નાસ્તો કરે છે. યોગી પોતાના નાસ્તામાં બાફેલા ચણા, દાળીયા અને અને પપૈયુ પસંદ કરે છે. સાથો-સાથ એક ગ્લાસ દુધ જરૂર પીવે છે.સવારે નાસ્તો કર્યા બાદ તેઓ રાજયના કામમાં વ્યસ્ત થઇ જાય છે. જેમા તેઓને ખીચડી પસંદ છે. જયારે શાકમાં તેમને કટહલ (જેકફ્રુટ) ખુબ જ પ્રિય છે.

જયારે રાતના ભોજનમાં તેઓ ચાર રોટલી, ખીર, ઋતુ પ્રમાણેનું શાક અને એક વાટકો દાળ લ્યે છે. સુતા પહેલા તેઓ એક ગ્લાસ દુધ અચુક પીવે છે.

(4:31 pm IST)