Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજસ્થાન બરફીલા પવનની લપેટમાં: ઝારખંડમાં વિજળી પડતા ત્રણના મોતઃ મધ્ય પ્રદેશમાં વરસાદ- કરાની સંભાવના

જયપુરઃ વેસ્ટર્ન ડિસ્ટબર્નસની અસર પુરી થતા જ તાપમાનમાં ઘટાડા સાથે બરફીલા પવનોનો દોર શરૂ થયો છે. રાજસ્થાનના કેટલાય શહેરો ઠંડીની અસરમાં આવી ગયા છે. રાજયમાં સૌથી ઓછુ તાપમાન માઉન્ટ આબુમાં માઈનસ ૨.૪ ડીગ્રી નોંધાયેલ. જયારે ૧૯ જગ્યાઓએ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહેલ. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ પણ એક- બે દિવસ આવી જ ઠંડી રહેશે.

ઝારખંડના જામતાડા જીલ્લામાં વરસાદ દરમિયાન વિજળી પડતા બે બાળકો સહિત ત્રણના મોત થયેલ. મધ્ય પ્રદેશના કેટલાય વિસ્તારોમાં ૨૪ કલાકમાં વરસાદની સંભાવના છે અને કયાંક- કયાંક કરા પડી શકે છે.

(3:56 pm IST)