Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઉત્તરાખંડમાં જોરદાર હિમવર્ષા વચ્ચે ચોરબાજુ બરફની ચાદર

ઉત્તર ભારત ઠંડુગાર : માઉન્ટ આબુમાં પારો ત્રણ : રાજસ્થાન સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો પરેશાન : પારો તમામ જગ્યાએ ૧૦થી નીચે

નવી દિલ્હી,તા. ૧૦: સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતાજનજીવન પર માઠી અસર છે. ઉત્તરાખંડના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી છે. બીજી બાજ મેદાની ભાગોમાં વરસાદ જારી છે. ઉચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહેતા ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાવર અને વીજળી વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. કુમાવ વિસ્તારમાં ભારે હિમવર્ષા  થઇ છે. ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ જેવા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો બરફ વર્ષાની મજા માણવા માટે પણ પહોંચી ગયા છે. બીજી બાજુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. હિમાલયના પર્વતી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં બરફના ઠંડા પવન ફુકાઇ રહ્યા છે. રાજસ્થાનના કેટલાક ભાગો તો કુલિંગ ઇફેક્ટમાં જતા રહ્યા છે. માઉન્ટ આબુમાં પારો ૨.૩થી ૪ વચ્ચે થઇ ગયો છે. પ્રવાસીઓને ભારે મુશ્કેલી નડી રહી છે. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં પારો ૧૦થી નીચે પહોંચીગયો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની  સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.  કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. આજે શ્રીનગરમાં માઇનસમાં તાપમાન રહ્યું હતું. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો  અનુભવ લોકો કરી રહ્યા છે.  ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી  હતી.  ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે.ઠડીના કારણે આગામી બે દિવસ સુધી કોઇ રાહત સામાન્ય લોકોને મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.  કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે.

કુલિંગ ઇફેકટની સાથે

*     સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે જેથી અનેક વિસ્તારો કુલિંગ ઇફેક્ટમાં જતા રહ્યા છે

*     ઉત્તરાખંડના મોટા ભાગના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી છે

*     રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમા કાતિલ ઠંડીના કારણે સ્કુલ કોલેજોમાં સમયમાં ફેરફાર કરવાની ફરજ

*     જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ

*     આગામી બે દિવસ ઠંડીથી કોઇ રાહત નહીં મળે

*     ધુમ્મસની સ્થિતિનો સામનો કરવો સિગ્નલ સુધાર માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી

*     ધુમ્મસ અને ઠંડીના કારણે અનેક ટ્રેનો મોડેથી ચાલી રહી છે

*     મોટી સંખ્યામાં ફ્લાઇટોના સમયમાં ફેરફારની ફરજ

*     ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીથી  મૃત્યુઆંક ૧૦૦થી ઉપર

(3:41 pm IST)