Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ધારાસભામાં ધમાલઃ બાળ મૃત્યુ સહિતના મુદ્દા ગજાવતી કોંગી

રાજયપાલે પ્રવચન ટુંકાવવુ પડયુઃ વિપક્ષના ઉગ્ર સૂત્રોચ્ચારઃ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ : ખેડૂતોને પાક વીમો, ભરતી પરીક્ષામાં ગેરરીતિ બેરોજગારી વગેરે મુદ્દે આક્રોશઃ કોંગી સભ્યો ધસી ગયાઃ અનામતના કાયદાને સમર્થન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ : આજે ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થયોછે. આજે એક દિવસના સત્ર બાદ હવે પછી ગૃહ તા.ર૩ ફેબ્રુઆરીએ મળશે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં બાળમૃત્યુનુ વધેલ પ્રમાણ સહિતના મુદ્દે ગૃહના પ્રારંભે જ કોંગ્રેસે બેનર અને સૂત્રોચ્ચાર સાથે ધમાલ મચાવી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પોતાનું પ્રવચન ટુંકાવવુ પડેલ. તેઓ ગૃહ છોડી જતારહ્યા હતા. અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભારે ગોકીરાના કારણે ગૃહ ૧પ મીના મોકુફ રાખવુ પડયું હતું વિપક્ષે  બાળમૃત્યુ પાક વિમો, નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ, બેરોજગારી, મોંઘવારી વગેરે મુદ્દા જોરશોરથી ઉછાળયાહતા. અમૂક સભ્યો વેલ સૂધી ધસી ગયા હતા. વિપક્ષે અનુસુચિત જાતિ, જનજાતિ માટેની અનામતની મુદ્દત વધારવાના મુદ્દાને ટેકો આપ્યો હતો.

આજે એક દિવસના વિધાનસભા સત્રની શરૂઆત ૧ર વાગ્યે થતા ગૃહના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજયપાલરીને સંબોધન માટે આમંત્રીત કરવા જણાવતાનીસાથેજ વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી ઉભા થઇ જણાવ્યું કે અમારી માગણી હતી અને અમે રાજયપાલને મળ્યા હતા.  અમારી મુલાકાતમાં અમે આ સત્રનો વિરોધ નહોતો કર્યો પરંતુ ખેડુતો/બેરોજગારી/કાયદો વ્યવસ્થા વગેરેની બાબતોની ચર્ચા કરવાની તક આપો અને સત્ર લંબાવવું જોઇએ તેવી માંગણી કરી હતી.

આ વખતે રાજયપાલે પોતાનું પ્રવચન શરૂ રાખેલ અને વિરોધપક્ષ દ્વારા ભારે સુત્રોચ્ચાર ચાલુ રહેતા રાજયપાલનું પ્રવચન ટુંકાવવાની ફરજ પડી હતી. અને પરિણામેં અધ્યક્ષે વિરામ પછી ગૃહ ફરી મળશે તેવી જાહેરાત કરી હતી. વિરામ બાદ ફરી ગૃહ મળ્યું ત્યારે બન્ને પક્ષના ધારાસભ્યોની હાજરીમાં કાર્યસૂચિ મુજબની ચર્ચા શરૂ થઇ હતી સરકારે બન્ને કાયદાને સમર્થનનો પ્રસ્તાવ રજુ કરી દીધો છે.

(3:37 pm IST)