Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

યુપીની હિંસા પાછળ કથિત રીતે PFI નો હાથ ? વિદેશથી ભંડોળ મળ્યું ? તપાસ શરૂ

PFI ઉપર પ્રતિબંધ મુકવા યુપી પોલીસની ગૃહ મંત્રાલયને વિનંતી : હિંસા બાદ ૬ FIR નોંધાઇ છેઃ રપની થઇ છે ધરપકડ

નવી દિલ્હી તા. ૧૦ : સીએએ સામેના વિરોધ પ્રદર્શનોમાં ખાસકરીનેઉત્તર પ્રદેશમાં જે હિંસાઓ થઇ તેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયાને યુએઇ, સાઉદી અરેબીયા, બહેરીન, કુવૈત, કતાર અને ઓમાનની આગળ પડતી સંસ્થાઓમાંથી નાણા મળ્યા  હોવાનું ગૃહ મંત્રાલયને સુપ્રત કરાયેલ એક ડોઝીયરમાં કહેવાયું છે.

ઉત્તર પ્રદેશ પોલીસે પીએફઆઇના રપ જેટલા કાર્યકર્તાઓની ૧૯ ડીસેમ્બરે મેરઠ, શામલી, મૂઝફફરનગર અને લખનૌમાં સીએએ વિરૂદ્ધના પ્રદર્શનોમાં થયેલી હિંસા બાબતે ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશમાં પોલીસ અને તોફાનીઓ વચ્ચેની અથડામણમાં ૧૯ લોકોના મોત થયા હતા ગયા અઠવાડીયે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકરે કહ્યું હતું કે કેટલીક જગ્યાએ હિંસામાં પીએફઆઇનો હાથ હોવાનું જણાવ્યું છે અને ગૃહ મંત્રાલય પુરાવાના આધારે આ સંસ્થા સામેકાર્યવાહી કરે તેમણે એમ પણ કહ્યું હતું કે પીએફઆઇ અને પ્રતિબંધિત સંસ્થા મી સાથે લીંકેજ છે.

સીએએ હિંસા પહેલા પણ પીએફઆઇ અને તેના સભ્યો પર કુલ ૭ એફઆઇઆર નોંધાઇ હતી જેમાંથી એક કેસમાં સજા થઇ ચુકી છ, ર કેસમાં ચાર્જશીટ દાખલ થઇ છે. અને જ કેસમાં તપાસ ચાલી રહી છે. આ બધા કેસોમાં ભડકાઉ પોસ્ટર લગાડવા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવું, સોશ્યલ મીડીયા પર ભડકાઉ પોસ્ટ મુકીને વાતાવરણ બગાડવાના આરોપ છે.

ગૃહમંત્રાલયના ડોનીયર અનુસાર પીએફઆઇના સભ્યો યુએઇમાં રેહાબ ફાઉન્ડેશન, ઇન્ડીયન સોશ્યલ ફોરમ અને ઇન્ડીયન ફ્રેટર્નીટી ફોરમ નામની સંસ્થાઓ ચલાવે છે. પીએફઆઇના નેતાઓએ દુબઇના મુરાબામાં એક ઓફીસ પણ રાખી છે અને તેઓ ઇસ્લામીક વિચારધારા ફેલાવીને ત્યાંથી ફંડ ઉભુ કરે છે જે ભારતમાં મોકલવામાં આવે છે.

આ બાબતોની તપાસ કરી રહેલા એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ઇન્ડીયન ફ્રટર્નીટી ફોરમ પણ બહેરીન, યુએઇ, કુવૈત અને સાઉદી અરેબીયામાં ફંડ ઉભુ કરવાથી પ્રવૃતિમાં સંકળાયેલું છે પીએફઆઇના  સીનીયર લીડરો અવાર નવાર આ દેશોની મુલાકાત લે છે. અને ત્યાંના સભ્યોને ભારતીય મુસ્લિમોને નોકરી અપાવવામાં મદદ રૂપ થવાનું કહે છે. જેથી સંસ્થાનો વિકાસ થતો રહે અને નાણાનો પ્રવાહ મળતો રહે.

ડોઝીયર અનુસાર રર નવેમ્બર ર૦૦૬માં ત્રણ સંસ્થાઓને ભેગી કરીને બનેલ પીએફઆઇમાં અત્યારે ઓછામાં ઓછા ૮૦૦૦૦ કાર્યકરો છે અને દેશના ર૪ રાજયોમાં તે ફેલાયેલી છે. ખાસ કરીને કેરળમાં આ સંસ્થાના કાર્યકરો ખૂન, ગુન્હાહિત પ્રવૃતિઓ અને રમખાણોમાં સંડોવાયેલા છે. તેવુ પણ ડોઝયિરમાં કહેવાયું છે.

જો કે સંસ્થાએ આને રદિયો આપ્યો છે. પીએફઆઇના કેરાલા યુનિટના પ્રવકતાએ કહ્યું કે પીએફઆઇ.માં સલાફી અથવા  સુફી ઇસ્લામ જેવુ કંઇ નથી, અહીં ફકત અને ફકત ઇસ્લામ જ છે. આર.એસ.એસ. મુસ્લિમોમાં ભાગલા પડાવવાની પ્રવૃતિ કરી રહ્યું છે.

(1:02 pm IST)