Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઇન્ટરનેટ લોકોની અભિવ્યકિતનો અધિકાર છેઃ સુપ્રિમ

કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધને લઇને સુપ્રિમનો મોટો ચુકાદોઃ કોંગ્રેસ નેતા ગુલામ નબી સહિતનાઓએ કોર્ટમાં આ પ્રતિબંધોને પડકાર્યા હતા

નવી દિલ્હી,તા.૧૦:કાશ્મીરમાં ઇન્ટરનેટ અને બીજા પ્રતિબંધો પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઇન્ટરનેટને સરકાર આમ અનિશ્યિતકાળ માટે બંધ કરી શકે નહીં. તેની સાથે જ પ્રશાસનને પ્રતિબંધો લગાવેલા તમામ આદેશોનો એક સપ્તાહની અંદર રિવ્યુ કરવાનું કહ્યું છે. કોર્ટે ઇન્ટરનેટના ઉપયોગને અભિવ્યવકિતના અધિકારનો હિસ્સો માન્યો છે.

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બીઆર ગવઇએ આ મહત્વપૂર્ણ ચકાદો સંભળાવ્યો છે. કાશ્મીરમાં ચાલી રહેલા પ્રતિબંધોની વિરૂદ્ઘ જનહિત અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી.ઙ્ગ

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ,લોકોને અસહમતિ વ્યકત કરવાનો પૂર અધિકાર છે, સરકાર પોતાના તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરે, સરકાર કાશ્મીરમાંથી પોતાના બિનજરૂરી આદેશ પાછા લઇ લે,પ્રતિબંધ સાથે જોડાયેલા તમામ આદેશોને સરકાર જાહેર કરેટ,આદેશોની વચ્ચે-વચ્ચે સમીક્ષા થવી જોઇએ,કારણ વગર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં,ઇન્ટરનેટ પ્રતિબંધ પર સરકારે વિચાર કરવો જોઇએ, ઇન્ટરનેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ સખ્ત પગલું, જરૂરી હોવા પર મૂકો, તમામ જરૂરી સેવાઓમાં ઇન્ટરનેટ પુનઃસ્થાપિત કરવામાં આવે, દવાખાના જેવી તમામ જરૂરી સર્વિસીસમાં કોઇ અડચણ ના આવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષામાં સંતુલન બનાવી રાખવી પડશે. નાગરિકોના અધિકારોની રક્ષા પણ જરૂરી છે. ઇન્ટરનેટને જરૂર પડવા પર જ બંધ કરવું જોઇએ. કોર્ટે કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતા લોકતંત્રનું અંગ છે. ઇન્ટરનેટના ઉપયોગની સ્વતંત્રતા પણ કલમ ૧૯ (૧)નો હિસ્સો છે. કોર્ટે એમ પણ કહ્યું કે કલમ ૧૪૪નો ઉપયોગ કોઇના વિચારોને દબાવા માટે કરી શકાય નહીં

(1:01 pm IST)