Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દીપિકા જયારે સરકારી યોજનાને પ્રોત્સાહન આપતી ત્યારે દેશભકત, જેએનયુમાં આવી તો દેશદ્રોહી ? કન્હૈયાકુમાર

કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર : ૨૦૧૪ પહેલા કોઈ 'ટુકડે ટુકડે' સરકાર નહોતી

નવી દિલ્હી : જેએનયુના પૂર્વ વિદ્યાર્થી અધ્યક્ષ કન્હૈયા કુમારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, અભિનેત્રી દીપિકા જયારે મોદી સરકારની યોજનાઓને પ્રોત્સાહન આપી રહી હતી ત્યારે તે દેશભકત હતા, પરંતુ જેએનયુ જતા જ દેશદ્રોહી બની હતી. કન્હૈયાકુમારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની બહાર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, ૨૦૧૪ પહેલા કોઈ ટુકડે ટુકડે સરકાર નહોતી. ભાજપ ભાગલાવાદીઓ પ્રત્યેની સહાનુભૂતિ હોવાના સંદર્ભમાં ટુકડે ટુકડે ગેંગ શબ્દનો ઉપયોગ કરે છે.

(12:59 pm IST)