Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દેશને એનપીઆર અને એનઆરસીની જરૂરિયાત નથીઃ નિવૃત્ત અધિકારીઓ

નાગરિકતા કાનૂન પર ગંભીર વાંધાઓનો ઉલ્લેખ કરીને ૧૦૦થી વધુ પૂર્વ અધિકારીઓએ ગુરુવારે લોકોને ખુલ્લો પત્ર લખ્યો છે

નવી દિલ્હી, તા.૧૦: દેશભરમાં નાગરિકતા સંશોધન કાનૂન(સીએએ) વિરુદ્ઘ દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન નાગરિકતા કાનૂન પર ગંભીર વાંધાઓનો ઉલ્લેખ કરીને ૧૦૦થી વધુ પૂર્વ અધિકારીઓએ ગુરુવારે લોકોને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, એનપીઆર અને એનઆરઆઈસી બિનજરુરી અને વ્યર્થ કવાયત છે, જેનાથી મોટા પ્રમાણમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.પત્ર લખનાર નિવૃત્ત્। અધિકારીઓમાં દિલ્હીના પૂર્વ ઉપ-રાજયપાલ નઝીબ જંગ, તત્કાલીન કેબિનેટ સચિવ એમ.ચંદ્રેશેખર અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વઝાહત હબીબુલ્લા સામેલ છે.

આ તમામ નિવૃત્ત્। અધિકારીઓએ સાથી નાગરિકોને એ બાબત પર ભાર મૂકવા વિનંતી કરી છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ઓળખ પત્ર સંબંધિત નાગરિકતા કાનૂન ૧૯૫૫ના પ્રાસંગિક કલમો રદ કરે.પત્રમાં લખ્યું છે કે, એવા સમયે, જયારે દેશની આર્થિક સ્થિતિ પર કેન્દ્ર સરકારની તરફથી ગંભીર ધ્યાન આપવાની જરુરિયાત છે, ભારત આવી પરિસ્થિતિ સહન કરી શકે નહીં, જેમાં નાગરિકો અને સરકારની વચ્ચે રોડ પર દ્યર્ષણ થતું હોય. મોટાભાગની રાજય સરકારો એનપીઆર અને એનઆરઆઈસી લાગુ કરવા માટે તૈયાર નથી, જેનાથી કેન્દ્ર અને રાજયોના સંબંધોમાં એક ગતિરોધ પેદા થાય.

આ પત્રમાં દેશના લોકોને કહ્યું છે કે તમે સરકારને વિનંતી કરો કે એ વિદેશી નાગરિકો માટેના ડિટેન્શન સેન્ટરોના નિર્માણના તમામ આદેશ પરત લે અને સંશોધિત નાગરિકતા કાનૂન-૨૦૧૯ને રદ કરે.

(10:07 am IST)