Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઝારખંડમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પછી લોકોનો ગુસ્સો બેકાબૂઃ પલામુમાં ચકકાજામ

ઝારખંડના પલામૂ જિલ્લાના હૂસેનાબાદમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મના મામલાએ વેગ પકડયો છે. ગુરુવારના આક્રોશિત ગામ લોકોએ જપલા-છતરપુર મુખ્યમાર્ગ નેહર મોડ નજીકી ટાયર સળગાવી ચકકાજામ કર્યો. આરોપીને ફાંસી આપો બળાત્કારીની ધરપકડ કરો ના નારા લગાવ્યા હતા.

એસડીપીઓએ બતાવ્યુ કે આરોપી મોહમદગંજ થાણા ક્ષેત્રનો રહેવાસી છે. આક્રોશીત ગ્રામજનોએ હુસેનાબાદ શહેરની દુકાનો બંધ કરવાની અપીલ કરી. બાળકી સાથે થયેલ બર્બરતાના વિરોધમાં આંદોલનના સમર્થનમા લોકોએ સ્વેચ્છાએ દુકાનો બંધ કરી. લલ્લુ યાદવનો પુત્ર બચ્ચન યાદવ લંગરકોટ ગામની છ વર્ષની માસુમ બાળકીને ફોસલાવી લઇ ગયો હતો.

પહાડી પર બચ્ચન યાદવએ બાળકી સાથે દુષ્કર્મ કર્યુ. બાળકીને ગંભીર હાલતમાં ડોકટર પાસે લઇ જવામાં આવી છેે. દુષ્કર્મના આરોપી બચ્ચન યાદવની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

(12:00 am IST)