Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

લેટિન અમેરિકી અને આફ્રિકન દેશો સહીત 16 દેશોનું ડેલિગેશન કાશ્મીરમાં : સ્થાનિક લોકોએ હિંસા માટે પાકિસ્તાનને દોષિત ઠેરવ્યું : મોદીના કર્યા વખાણ

રાજદ્વારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સ્થિતીની માહિતી લીધી: લોકોએ પાકિસ્તાનનાં તે આરોપોને સંપુર્ણ ફગાવી દીધા

શ્રીનગર : આર્ટિકલ 370 હટાવ્યા બાદ લેટિન અમેરિકી અને આફ્રીકન દેશો સહિતના 16 દેશોનું ડેલિગેશન જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યું હતું  આ ડેલિગેશને સિવિલ સોસાયટીનાં સભ્યો સાથે મુલાકાત યોજી હતી અને રાજ્યનાં અધિકારીઓ અનુસાર રાજદ્વારીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતીની માહિતી લીધી. આ સમુહમાં મુખ્ય રીતે લૈટિન અમેરિકી અને આફ્રીકી દેશોનાં સાંસદોનો સમાવેશ થાય છે. વિદેશી પ્રતિનિધિમંડળમાં વિયતનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, ઉજ્બેકિસ્તાન, નાઇજર, નાઇજીરિયા, મોરક્કો, ગુઆન, અર્જેન્ટિના, ફિલીપીંસ, નોર્વે, માલદીવ, ફીઝી, ટોગો, બાંગ્લાદેશ અને પેરુના પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે.

 કાશ્મીર ખીણની માહિતી મેળવ્યા બાદ વિદેશી પ્રતિનિધિઓએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકોએ પાકિસ્તાનનાં તે આરોપોને સંપુર્ણ ફગાવી દીધા છે, જેમાં પાડોશી દેશ દ્વારા કહેવાઇ રહ્યું હતું કે કાશ્મીર ખીણમાં હજી પણ રક્તપાત ચાલુ છે. લોકોએ જમ્મુ કાશ્મીરમાં હત્યાઓ માટે પાકિસ્તાનને દોષીત ઠેરવ્યા અને દૂતોનાં પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે કહ્યું, જેથી પાડોશી દેશ હસ્તક્ષેપ ન કરી શકે. તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરનાં લોકો પાકિસ્તાનને એક ઇંચ પણ દખલ નહી કરવા દે

 ગત 5 ઓગષ્ટ 2018 એટલે કે 370 હટાવવાની તારીખ બાદ રાજ્યમાં કોઇ પ્રકારનાં ખુન ખરાબો થયો નથી. તે મુદ્દે કેન્દ્ર શાસિત પ્રદેશનાં સ્થાનિક નેતાઓએ પ્રતિનિધિમંડળની સામે કેન્દ્ર સરકારની ખુબ જ પ્રશંસા કરી. પ્રતિનિધિમંડળને સ્થાનિક લોકોએ કહ્યું કે, આ મુદ્દે સંમત થવામાં કેટલીક સમ્સયા હતી પરંતુ વ્યવસ્થા જાળવી રાખવી જરૂરી હતી. બીજી તરફ તેમણે આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની હતાશા અને પ્રયાસોને પણ ઉઘાડા પાડ્યા હતા. કાશ્મીર મુલાકાતે ગયેલા દૂતોએ નોધ્યું કે શ્રીનગરમાં સ્થિતી સામાન્ય છે. રસ્તાઓ પર દુકાનો ખુલ્લી છે. લોકો નિર્ભય રીતે આવી જઇ રહ્યા છે અને તેઓને કોઇ જ સમસ્યા નથી. સુત્રો અનુસાર આ વિદેશી પ્રતિનિધિઓએ 9-10 જાન્યુઆરીએ ત્યાં જવાની પરવાનગી માંગી હતી. સુત્રોનું કહેવું છે કે તેમના તરપથી કાશ્મીરની સ્થિતી જાળવવા માટે ભલામણ પણ કરવામાં આવી હતી.

(12:00 am IST)