Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દિલ્હીમાં ભાજપની બાઇકરેલીમાં હેલ્મેટ વિના દેખાયા સેંકડો કાર્યકરો : ટ્રાફિક નિયમનનો ભંગ: સોશિયલ મીડિયામાં યૂઝર્સોએ ભડાસ ઠાલવી

ગાડીનો નંબર અને ફોટો બંને છે. આ પાક્કી સાબિતી છે. દિલ્હી પોલીસ હેલમેટ વિનાના લોકોની ખાતિરદારી કરે: ભાજપા કરે તો ચમત્કાર, બીજા કરે તો અત્યાચાર.

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. જેમાં ભાજપાએ એક બાઈક રેલી કાઢી હતી. આ બાઈક રેલીમાં ઘણાં કાર્યકર્તા હેલમેટ વિના દેખાયા હતા. કાર્યકર્તાઓના ટ્રાફિક નિયમના ભંગ બદલ સોશિયલ મીડિયા પર લોકો ભાજપને  ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલ્સનું કહેવું છે કે, અમને પણ દંડ કરવામાં આવ્યો હતો, એવામાં ભાજપા કાર્યકર્તાઓને પણ દંડ ફટકારવામાં આવે. ભાજપાની આ રેલી પાર્ટી ઓફિસથી શરૂ થઈ હતી. આ રેલીના માધ્યમે ભાજપાએ તેની શક્તિનું પ્રદર્શન કર્યું.

   બીજી બાજુ ભાજપા કાર્યકર્તાઓની જામીને ટીકા કરવામાં આવી. એક યૂઝરે દિલ્હી પોલીસને ટેગ કરતા કમેન્ટ કરી કે, મારું પણ ચલણ કાપ્યું હતું, આમનું પણ કાપો. દરેકને દંડ ફટકારો. એક યૂઝરે લખ્યું, ગાડીનો નંબર અને ફોટો બંને છે. આ પાક્કી સાબિતી છે. દિલ્હી પોલીસ હેલમેટ વિનાના લોકોની ખાતિરદારી કરે.

એક યૂઝર લખે છે, રેલીમાં સામેલ ઘણાં કાર્યકર્તાઓએ હેલમેટ પહેર્યું નથી. શું આમાંથી એકની પણ ચલણ કાપવાની રિપોર્ટ આવી છે. તો અન્ય એકએ લખ્યું કે, હેલમેટ વિના ગાડી ચલાવવી નિયમનો ભંગ નથી કારણ કે આ ભાજપા કરી રહી છે. ભાજપા કરે તો ચમત્કાર, બીજા કરે તો અત્યાચાર.

(12:00 am IST)