Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

બુલંદ શહેર હિંસા મામલે મુખ્ય આરોપી શિખર અગ્રવાલની ધરપકડ

આરોપી શિખર અગ્રવાલ બીજેપી યુવા મોરચાના સ્યાના નગરનો અધ્યક્ષ

 

ઉત્તર પ્રદેશમાં ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે થયેલી હિંસામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બુલંદ શહેર હિંસાનો મુખ્ય આરોપી શિખર અગ્રવાલની ધરપકડ કરવામાં યુપી પોલીસને સફળતા મળી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી શિખર અગ્રવાલ બીજેપી યુથ વીંગ સાથે જોડાયેલ છે

બુલંદ શહેરની ઘટના પછી તે ભાગી હયો હતો. શિખર ઉપર હિંસાને ભડકાવવાનો આરોપ છે. મળેલી જાણકારી પ્રમાણે શિખર અગ્રવાલ બીજેપી યુવા મોરચાના સ્યાના નગરનો અધ્યક્ષ છે. અગાઉ ગૌ હત્યા મામલે થયેલી હિંસાનો મુખ્ય આરોપીને યુપી પોલીસે દબોચી લીધો હતો. હિંસાનો મુખ્ય આરોપી અને બજરંગ દળનો જીલ્લા સંયોજક યોગેશ રાજની પોલીસે ધરપકડ કરી હતી

(9:46 pm IST)