Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

નાટકીય ઘટનાક્રમ : માત્ર 36 કલાકમાં સીબીઆઈના ચીફ આલોક વર્માને પાણીચું : ફાયર સેફ્ટિ અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકાયા : હાલ વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવ ની નીયુક્તી : વડાપ્રધાનના વડપણ હેઠળની હાઇપાવર કમિટીનો નિર્ણય : રાજકીય ગરમાવો

નવી દિલ્હી : એક નાટકીય ઘટનાક્રમમાં આજે રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો છે. તેઓને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હાલ પૂરતા વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવ ની નીયુક્તી કરવામાં આવી છે ને તેઓ આવતીકાલે સવારે CBIના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે.

આલોક વર્મા ગઈકાલે જ કામ પર પાછા ફર્યા હતા. વડાપ્રધાન મોદી -સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એ. કે. સીકરી અને વિપક્ષી નેતા ખડગે વચ્ચે આશરે ૩ કલાક મેરેથોન મંત્રણા ચાલી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના વડપણ હેઠળની હાઇપાવર કમિટીએ ૨ - ૧ના મતથી આલોક વર્માને હટાવવા નિર્ણ્ય કર્યો હતો. વિપક્ષી નેતા ખડગેએ  વિરુદ્ધમાં મત આપ્યો હતો.

અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશથી હજુ ગઈકાલે જ  સીબીઆઇના ડાયરેક્ટર તરીકે આલોક વર્મા પાછા ફર્યા હતા. પરંતુ આજે તેમેને CBI સંસ્થાની અખંડિતતાને આલોક વર્માની નિમણુક નુકશાનકારક હોવાનું જણાવીને સમિતિએ ફરજ મુક્ત કર્યા હતા. આ તકે વિપક્ષી નેતા ખડગેએ આલોક વર્માને હટાવવાનો વિરોધ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું ષડ્યંત્ર ગણાવ્યું હતું અને આલોક વર્માને CBI પ્રમુખપદેથી હટાવવાના નિર્ણયની ખુબ આલોચના કરી હતી. અને આ સાથેજ કેન્દીય રાજકારણમાં ગરમાવો આવતો દેખાય રહ્યો છે.

(8:34 pm IST)