Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

રાજસ્થાનમાં આગામી પાંચ વર્ષ સુધી ખેતી માટેની વીજળીના ભાવ વધશે નહીં

જયપુરની કિસાન રેલીમાં રાહુલ ગાંધીની હાજરીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાત

જયપુર :રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર ખેડૂતો પર મહેરબાન થઇ રહી છે. વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ખેડૂતોના દેવા માફ કર્યા  હવે વીજળીના ભાવ, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ કનેક્શન અંગે રાહત આપવાની ઘોષણા કરી છે.

 રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘોષણા કરી છે કે આવનારા 5 વર્ષો સુધી વીજળીની કિંમતમાં વધારો નહીં કરવામાં આવે.ગઈકાલે જયપુરના વિદ્યાનગર સ્ટેડિયમમાં કિસાન રેલી થઇ જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.

  જયપુર કિસાન રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પણ દેવા માફી કરવા માટે આવશ્યકતા બતાવી. જયારે બીજી બાજુ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ રેલીમાં પ્રદેશભરથી આવેલા ખેડૂતોને સંબોધિત કરતા પોતાની જૂની સરકારનું વચન યાદ અપાવ્યું.

 

  અશોક ગેહલોતે કહ્યું કે જયારે વર્ષ 2008 દરમિયાન અમારી સરકાર બની હતી ત્યારે કોંગ્રેસે સોનિયા ગાંધીની હાજરીમાં આ પ્રકારની સભા કરી હતી અને વચન આપ્યું હતું કે રાજસ્થાન સરકાર આવનારા 5 વર્ષમાં ખેડૂતો માટે વીજળીની કિંમત નહીં વધારે. આજે વર્ષ 2019 દરમિયાન હું ફરી ઘોષણા કરું છું કે આજથી 5 વર્ષ સુધી ખેતી માટે વીજળીની કિંમત નહીં વધે.

(11:55 am IST)