Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

GST કાઉન્સીલની બેઠક

કમ્પોઝીશન સ્કીમની સીમા વધીઃ ચાલુ પ્રોજેકટ જીએસટીનો મામલો GOMને

જીએસટી કાઉન્સીલે સીમા દોઢ કરોડ કરીઃ પહેલા ૧ કરોડ હતીઃ ૧લી એપ્રિલથી અમલઃ એસએમઈને વાર્ષિક રીટર્ન ફાઈલ કરવા મંજુરીઃ દર મહિને ટેકસ ભરવો પડશેઃ અન્ડર કન્સ્ટ્રકશન પ્રોજેકટ ઉપર જીએસટીને લઈને રાજકીય મતભેદો ઉભા થયા

નવી દિલ્હી, તા. ૧૦:. આજે અહીં શરૂ થયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અત્યાર સુધીમાં બે મોટા નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળે છે. જીએસટી કાઉન્સીલે કમ્પોઝીશન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે. બેઠકમાં કમ્પોઝીશન સ્કીમની સીમાને દોઢ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. અત્યાર સુધી આ સીમા ૧ કરોડની હતી. નવી સીમા ૧લી એપ્રિલ ૨૦૧૯થી લાગુ થશે. આ સિવાય જીએસટી કાઉન્સીલે એસએમઈને વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. જો કે આ નાના કારોબારીઓએ દર ૩ મહિને ટેકસ ભરવો પડશે. પહેલા તેઓએ દર ત્રણ મહિને રીટર્ન પણ ભરવાનુ હતું. આ ઉપરાંત અન્ડર કન્સ્ટ્રકશન પ્રોજેકટ ઉપર જીએસટીને લઈને ચર્ચા થઈ હતી પરંતુ રાજકીય મતભેદો ઉભા થતા મામલો મંત્રીઓના સમુહ એટલે કે જીઓએમને સોંપવા નિર્ણય લેવાયો હતો. આ મંત્રીઓના સમુહની ભલામણ બાદ ફેંસલો લેવામાં આવશે.

આજની બેઠકમાં જીએસટી રજીસ્ટ્રેશનનો દાયરો વધારવા પણ સહમતી બની હતી. હવે ૪૦ લાખ સુધી વાર્ષિક ટર્નઓવર પર રજીસ્ટ્રેશન કરાવવુ નહી પડે. અત્યારે ૨૦ લાખ સુધીના બીઝનેશવાળાઓ માટે જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી નથી.

(3:25 pm IST)