Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

દિલ્હીમાં આપ અને કોંગ્રેસમાં ગઠબંધન થશે તો ભાજપને મળશે માત્ર એક બેઠક

દિલ્લીની માત્ર એક સીટ એવી છે જ્યાં ભાજપના મત ટકા આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકાથી વધુ

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં દિલ્લીની સાત લોકસભા સીટો પર વખતે મુકાબલો વધુ રસપ્રદ બનશે  દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આગામી ચૂંટણી માટે ગઠબંધન થઈ શકે છે.તેવામાં જો દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું તો ભાજપને માત્ર એક બેઠક મળશે

  2014 માં મોદી લહેરમાં એનડીએએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સાથે સાથે દિલ્લીમાં બધી લોકસભા સીટો પર જીત નોંધાવી હતી. સીએનએન ન્યૂઝ 18 મુજબ 2014ના મત વિભાજનને જોતા  જો આપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યો તો ભાજપને દિલ્હીમાં જબરી પછડાટ મળશે

 2017ના એમસીડી ચૂંટણી દરમિયાન આપના મતશેરમાં ઘટાડો આવ્યો છે કદાચ કારણ છે કે પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવુ પસંદ કરશે. આનું સૌથી મોટુ કારણ છે કે ઘણા સર્વેક્ષણોમાં ભાજપની તુલનામાં આપ અને કોંગ્રેસના મતશેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

  2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ચાંદની ચોક મત વિસ્તારમાંથી 44.6 ટકા મત મળ્યા હતા. ભાજપે આપના ઉમેદવાર આશુતોષને 13.88 ટકા અંતરથી હરાવીને સીટ જીતી હતી. પરંતુ આપ અને કોંગ્રેસના મતોને જોડી દેવામાં આવે તો મત ટકા ભાજપથી વધુ 48.67 ટકા થઈ જાય છે. રીતે નોર્થ ઈસ્ટ દિલ્લીમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકા 50.62 ટકા થઈ જાય છે જ્યારે ભાજપના 45.25 ટકા રહી જાય છે. પૂર્વ દિલ્લીમાં ભાજપના 47.83 ના મુકાબલે 48.9 ટકા, નવી દિલ્લીમાં ભાજપના 46.75ના મુકાબલે 48.83 ટકા સંયુક્ત વોટશેર છે. ઉત્તરી પશ્ચિમી દિલ્લીમાં ભાજપના 46.45 ટકા અને દક્ષિણ દિલ્લીમાં ભાજપના 45.17 ટકાના મુકાબલે 47.03 ટકા છે.

દિલ્લીની માત્ર એક સીટ એવી છે જ્યાં ભાજપના મત ટકા આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકાથી વધુ છે. પશ્ચિમ દિલ્લીમાં ભાજપના પ્રવીણ સાહિબ સિંહ વર્માને 48.32 ટકા મત મળ્યા હતા જે આપ અને કોંગ્રેસના 42.74 ટકા વોટશેરથી વધુ છે.

  2017ની નગરપાલિકા ચૂંટણીમાં પણ આપ અને મહાગઠબંધને ભાજપના 36.08 ટકા વોટશેરની તુલનામાં કુલ મતોના 47.32 ટકા સામૂહિક રીતે મેળવ્યા. જો કે વખતે કોંગ્રેસનો વોટશેર વધીને 21.28 ટકા થઈ ગયુ જ્યારે આપને લગભગ 26 ટકા રહ્યુ. પાર્ટીને 2015ની વિધાનસભા ચૂંટણીના મુકાબલે અડધાથી પણ ઓછા મળ્યા.

 

(12:00 am IST)