Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

નરસિમ્હા રાવના કોટા બિલને રોકનાર ઇન્દિરા સાહની સવર્ણોના અનામતના નિર્ણયમાં પણ અવરોધક બનશે !

બિલથી સામાન્ય શ્રેણીના યોગ્ય લોકોની તક તેના હાથમાંથી સરકી જશે:પછાતવર્ગની પરિભાષા જાતિ,સામાજિક આધારે છે નહીં કે આર્થિક આધાર

વર્ષ 1992માં ઇન્દિરા સાહનીનું નામ ઘર ઘરમાં ગુંજ્યું હતું કારણ કે તેણીએ તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવના ફોરવર્ડ કોટા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યુ હતું તેના કારણે સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત અનામત 50 ટકા સુધી સીમિત કરી દીધું હતું

 આ ઇતિહાસ એકવાર ફરીથી પુનરાવર્તન થઇ શકે છે વરિષ્ઠ વકીલે વડાપ્રધાન મોદીના આ અનામત બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું મન બનાવ્યું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે લોકસભામાં સંશોધન બિલ પાસ થયું છે સાહનીએ કહ્યું કે આ બિલથી સામાન્ય શ્રેણીના યોગ્ય લોકોની તક તેના હાથમાંથી સરકી જશે 

   તેણીએ કહ્યું કે આ બિલને કોર્ટમાં પડકારાશે મારે આ બાબતે વિચારવું પડશે કે આ સંવિધાન સંશોધનને કોર્ટમાં પડકારી શકું કે કેમ ,પરન્તુ આ બિલ બાદ અનામતનો ડાયરો 60 ટકા સુધી થઇ જશે અને વિના અનામત વાળા કોટાના યોગ્ય લોકો માટે મુશ્કેલી વધી જશે એટલા માટે તેને પડકાર મળશે

   1992માં વડાપ્રધાન નરસિમ્હારાવના કોટા બિલને પડકારનાર ઇન્દિરા સાહનીએ કહ્યું કે એ સમયે કોર્ટના ફેંસલાની સૌથી મહત્વની વાત હતી કે બંધારણના આર્ટિકલ 16(4)માં પછાત વર્ગની પરિભાષા

  સાહનીના કેહવા મુજબ પછાતવર્ગને જાતિ સામાજિક સ્થિતિના આધાર પર પરિભાષિત કરાઈ છે નહીં કે આર્થિક આધાર પર,તેણીનું કહેવું છે કે આ જ આધાર પર મોદી સરકારના આ પગલાંને પડકારી શકાય છે જેવી રીતે વર્ષ 1992માં નરસિમ્હારાવની નિર્ણયને પડકાર્યો હતો

   સાહનીના કહેવા મુજબ આર્થિક રીતે નબળા વર્ગને આપવામાં આવતું અનામત ખોટું છે તેણીએ એમ પણ કહ્યું કે હવે જે ઉમેદવારની યોગ્યતાના આધાર પર પસંગદિ થશે તેને વધુ મુશ્કેલી થશે કારણ કે 10 ટકા કોટા આર્થિક આધારે નબળા વર્ગને મળ્યા બાદ યોગ્યતાના આધારે પસંદગી થનાર ઉમેદવારના હિસ્સામાં માત્ર 40 ટકા જ રહેશે હાલમાં 50 ટકા બેઠક યોગ્યતાના આધારે અને 50 ટકા અનામતવર્ગ માટે છે

   સાહનીએ એ વાતના તર્કનું પણ ખંડન કર્યું જેમાં લોકસભામાં કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોતએ કરવાની કોશિશ કરી હતી જેમાં ગેહલોતે કહ્યું હતું કે પહેલા પણ આર્થિક આધારે પછાત લોકોને અપાતા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો કારણ કે બંધારણમાં સંશૉધન વગર કરાયા હતા પરંતુ હાલની સરકાર તેને સંશોધન સાથે કરી રહી છે

(9:22 pm IST)