Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બિહારમાં બર્નિંગ ટ્રેનઃ ૬ ડબ્બા આગમાં બળીને ખાખ

મોડી રાત્રે આગ લાગવાને કારણે તેના પર વહેલો કાબુ પણ મેળવી શકાયો ન હતો

પટણા તા. ૧૦ : બિહારના મોકામામાં પટના-મોકામા મેમૂ પેસેન્જર ટ્રેનમાં મંગળવાર મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પટના-મોકામા પેસેન્જર ટ્રેનમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાને કારણે છ બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. બોગીઓના ધુમાડા ઊંચે આકાશમાં પથરાઈ ગયા હતા. ફાસ્ટ પેસેન્જર મેમૂ ટ્રેનના બે એન્જિન તો સમગ્ર રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ટ્રેનની રેકમાં આગ લાગવાને કારણે રેલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.

આગ લાગવાના સમય મોકામા-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેન શંટિંગ લાઈનમાં ઉભી હતી. ટ્રેનની વચ્ચેવાળી બોગીમાં અચાનક આગ લાગી હતી. આગને જવાળાઓમા ધીરે ધીરે અન્ય બોગીઓ પણ આવવા લાગી હતી. એક બાદ એક આમ કુલ ૬ બોગીઓ આગમાં ફેલાઈ ગઈ હતી. જોકે, અન્ય બોગીઓને પણ નુકશાન પહોંચ્યું છે.

રેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ સ્થાનિક રેલ મેનેજમેન્ટમાં હડકંપ મચી ગયો હતો. આગ બૂઝાવવાના તત્કાલ કોઈ ઉપાય ન હતા. તેમજ મોડી રાત્રે આગ લાગવાને કારણે તેના પર વહેલો કાબૂ પણ મેળવી શકાયો ન હતો.

ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત આરપીએફ, જીઆરપી અને મોકામા પોલીસ ચોકી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ સફળતા મળતી ન હતી. ટ્રેનનું એન્જિન પણ બળી ગયું હોવાથી તેને અલગ કરવું સંભવ ન હતું.

મોડી રાત્રે બે વાગ્યે પણ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. મોડી રાત્રે ત્રણ વાગ્યે ફાયર બ્રિગેડનની બીજી ગાડીઓ મંગાવાઈ હતી. જિલ્લા મેનેજમેન્ટ અને એનટીપીસીની ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કડક ઠંડી અને ફોગને કારણે બચાવ કામગીરીમાં તકલીફ પડી રહી હતી.

(11:30 am IST)