Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

જાણીતી રમ બ્રાન્ડ 'ઓલ્ડ મોન્ક' બનાવનાર ભારતીય કપિલ મોહનનું અવસાન થયું

૧૯૫૪માં લોન્ચ થઇ હતી ઓલ્ડ મોન્કઃ જબરી લોકપ્રિયતા

નવી દિલ્હી તા. ૧૦ : જાણિતી રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્ક બનાવનારા કપિલ મોહનનું નિધન થયું છે. જેઓ ઘણા સમયથી બિમાર હતા. ૮૮ વર્ષના કપિલ મોહન 'મોહન મિકિન લિમિટેડ'ના ચેરમેન હતા. સમાચારો મુજબ, કપિલ મોહનનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું છે. તેમની કંપની રમ ઉપરાંત અનેક ડ્રિંકસ બનાવે છે. કપિલ મોહન આર્મીમાં રહી ચૂકયા છે અને બ્રિગેડિયર પોસ્ટ પર તેમણે રિયાટરમેન્ટ લીધી છે. ૨૦૧૦માં તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.

કપિલ મોહને ઓલ્ડ મોન્ક રમને ૧૯૫૪માં લોન્ચ કરી હતી. આ રમ ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય થઈ હતી. સમગ્ર દુનિયામાં સૌથી વધુ વેચાણ થતી રમ બની ચૂકી હતી. આ બ્રાન્ડ એટલા માટે પોપ્યુલર થઈ હતી કેમ કે તેની કિંમત ઓછી અને સ્વાદમાં પણ લોકોને પસંદ આવી હતી. વર્ષ ૨૦૧૫માં સોશિયલ મીડિયા પર એક અફવા ઉડી હતી કે ઓલ્ડ મોન્કનું વેચાણ બંધ થવા જઈ રહ્યું છે. કપિલ મોહનને આ વાત અફવા ગણાવીને કહ્યું કે ઓલ્ડ મોન્ક બંધ નહી થાય.

(11:04 am IST)