Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઐતિહાસિક ક્ષણ :ફેબ્રુઆરીમાં ગુજરાત G-20ની બેઠક :ટુરીઝમ વર્કીંગ ગ્રુપની ફેબ્રુઆરી કચ્છમાં થશે મીટિંગ

અમદાવાદ, ગાંધીનગર સુરત, કચ્છ અને એકતા નગરમાં આ સમિટની 15 બેઠકો યોજાશે. દેશમાં યોજનારી 50થી પણ વધુ બેઠકોમાંથી ત્રીજા ભાગની બેઠકો ગુજરાતમાં યોજાશે

અમદાવાદ : આગામી ફેબ્રુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાવાની છે. આ માટે કેન્દ્ર સરકારના અનેક સચિવોએ પણ સફેદ રણ સહિત તેના આસપાસના સ્થળોની મુલાકાત લીધી હતી. સમીટ માટેના કાર્યક્રમો પણ હવે નક્કી થઈ રહ્યા છે. ત્યારે પ્રવાસન મુદ્દે વિચાર વિમર્શ કરવા આવવાના 20 દેશના પ્રતિનિધિ અને તેમની ટીમ કચ્છના વિવિધ પ્રવાસનલક્ષી પાસાઓ નિહાળશે.

ફેબ્રુઆરી 23 માં શરૂ થનારા G-20 સમિટની 50થી પણ વધુ બેઠકમાંથી 15 બેઠક ગુજરાત માં યોજાશે. અમદાવાદ, ગાંધીનગર સુરત, કચ્છ અને એકતા નગરમાં આ સમિટની 15 બેઠકો યોજાશે. દેશમાં યોજનારી 50થી પણ વધુ બેઠકોમાંથી ત્રીજા ભાગની બેઠકો ગુજરાત માં યોજાશેઆ સમિટ ની જુદી જુદી બેઠકો માટે કમિટીઓની થઈ રચના
વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા રચાયેલી G20 સમીટનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળ્યું છે. ત્યારે આ વર્ષે પ્રથમ બેઠક જ કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મધ્યે યોજાશે. ફેબ્રુઆરી 7, 8 અને 9ના યોજાનારી આ સમીટ માટે અત્યારથી જ કચ્છમાં તૈયારીઓ આરંભાઈ છે. સૌ પ્રતિનિધિઓ ભુજ એરપોર્ટ પર પહોંચવાના હોવાથી સૌપ્રથમ ભુજ હવાઈમથકનું કાયાપલટ કરવામાં આવશે. એરપોર્ટ ને શણગારી તેના પર G20ના લોગો લગાડી આવનાર મહેમાનોનું પારંપરિક ભારતીય ઢબે સ્વાગત કરવામાં આવશે.

(11:23 pm IST)