Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભારત વિશ્વની મહાશકિત બનીને ઊભરશેઃ વ્હાઈટ હાઉસ અધિકારી

નવી દિલ્હી, તા.૯: દુનિયામાં ભારતના વધતા પ્રભાવને લઈને અમેરિકી વ્હાઈટ હાઉસે  પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું છે કે, ભારત સંયુકત રાજ્ય અમેરિકાનો સહયોગી જ નથી, પણ તે વધુ એક મોટી મહાશકિત બનશે. અમેરિકી અધિકારીએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ભારત અમેરિકાના દ્વિપક્ષીય સંબંધ જેટલા મજબૂત અને ગાઢ બન્યા છે, તો તેટલા અન્ય કોઈ દ્વિપક્ષીય સંબંધ સાથે નથી થયું.

એસ્પન સિક્યોરિટી ફોરમની અહીં આયોજીત એક બેઠકમાં ભારતને લઈને એક સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસના એશિયા મામલાના સમન્વયક કેંપબેલે કહ્યું કે, તેમનું માનવું છે કે, ૨૧મી સદીમાં ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. વ્હાઈટ હાઉસના ટોચના અધિકારીએ કહ્યું કે, આ એક તથ્ય છે કે મેં છેલ્લા ૨૦ વર્ષમાં અમેરિકા અને ભારત જેવા કોઈ દ્વિપક્ષીય સંબંધ નથી જોયા, જે આટલી ઝડપથી ઊંડા અને મજબૂત થઈ રહ્યા હોય.

તેમણે કહ્યું કે, અમેરિકાને પોતાની ક્ષમતા હજૂ વધારે ઉપયોગ કરવાની જરુર છે. ટેકનોલોજી અને અન્ય મુદ્દા પર એક સાથે કામ કરતા લોકોની વચ્ચે સંપર્ક જાળવી રાખવાની જરુર છે. કેંપબેલે કહ્યું કે, ભારત, અમેરિકાનો એક સહયોગી નહીં હોય, તે એક સ્વતંત્ર, શકિતશાળી દેશ બનવાની ઈચ્છા રાખે છે અને તે એક મહાન શકિત બનીને ઊભરશે

(4:35 pm IST)