Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

યુપીની ચૂંટણીને લઈ છત્તીસગઢ કોંગ્રેસના નેતાઓને મોટી જવાબદારી સોંપાશે :ધારાસભ્યોને દિલ્હીનું તેડું

પ્રિયંકા ગાંધી છત્તીસગઢના નેતાઓ સાથે બેઠક કરશે: ચૂંટણીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે

નવી દિલ્હી :છત્તીસગઢ કોંગ્રેસમાં મોટા ફેરફારને લઈને હંગામો વધુ તેજ બન્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ છત્તીસગઢ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. જે ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તેઓ દિલ્હી જવા રવાના પણ થઈ ગયા છે. જેમાં ઘણા વરિષ્ઠ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધારાસભ્યોને સંગઠન અને ચૂંટણીને લઈને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આગામી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આ ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. દિલ્હીમાં ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે છે.

મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધીના કહેવા પર વરિષ્ઠ ધારાસભ્ય કુલદીપ જુનેજા, ધારાસભ્ય સત્યનારાયણ શર્મા, ધારાસભ્ય અરુણ વોરા દિલ્હી ગયા છે. આ સાથે ધારાસભ્ય રામકુમાર સાહુ, અંબિકા સિંહદેવ, રેખાચંદ જૈન, રાજમાન બેંજમ, કુંવર સિંહ નિષાદ સહિત અન્ય ઘણા નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે. ધારાસભ્ય કુલદીપ જુનેજાનું કહેવું છે કે આજે પ્રિયંકા ગાંધી છત્તીસગઢના નેતાઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગેની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે.

(9:01 pm IST)