Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વિકી સાથેના લગ્નનો ૭૫ ટકા ખર્ચ કેટરિના કૈફે કર્યો

કેટ-વિકીના લગ્નને લઈને જોરદાર ચર્ચા : એવું કહેવાય છે કે લગ્નના મીડિયા કવરેજના બેન અને લગ્ન માટે જે વેન્યૂ નક્કી કરાયું તેનાથી વિક્કી ખુશ નથી

મુંબઈ, તા.૯ : બોલીવૂડનુ સ્ટાર અને ગ્લેમરસ કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આજે લગ્નના બંધનથી બંધાઈ જશે.

 વિક્કી અને કેટરિનાના લગ્નને લઈને ખાસી ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે લગ્નનો ૭૫ ટકા ખર્ચ કેટરિના ઉઠાવી રહી છે.લગ્ન પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે તે માટેના ચેક પર ખુદ કેટરિના જ સહી કરી રહી છે.ટ્રાવેલ, મહેમાનો પાછળનો ખર્ચ, સિક્યુરિટી એરેન્જમેન્ટ તેમજ બીજા મોટા ખર્ચા પર કેટરિના જ દેખરેખ રાખી રહી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ૨૫ ટકા ખર્ચ વિક્કી જોઈ રહ્યો છે.લગ્ન સાથે જોડાયેલા તમામ મોટા નિર્ણય કેટરિના લઈ રહી છે.જેમાં મીડિયા કવરેજ બેન, હાઈ સિક્યુરિટી, મોબાઈલ ફોન પર પ્રતિબંધ જેવા  નિર્ણયોનો સમાવેશ થાય છે.

એવુ પણ કહેવાય છે કે, લગ્નના મીડિયા કવરેજના બેનથી વિક્કી કૌશલ ખુશ નથી અને લગ્ન માટે જે વેન્યૂ નક્કી કરાયુ છે તે પણ વિક્કીને વધારે ગમ્યુ નથી.

(7:13 pm IST)