Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અંદાજે ૨૦ મિનિટની ઉડાન પછી બની ભયાનક દુર્ઘટના

રાજનાથ સિંહે સંસદમાં હેલિકોપ્ટર ક્રેસની સંપૂર્ણ જાણકારી આપી : એરફોર્સ દ્વારા તપાસ માટે કમિટિની રચના કરાઇ એરમાર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં થશે તપાસ

નવી દિલ્હી તા. ૯ : તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૩ લોકોના મોત મામલે રક્ષામંત્રી રાજનાથસિંહે લોકસભા અને રાજ્યસભામાં જાણકારી આપી. આ પ્રથમ એવો મોકો છે. જ્યારે સરકાર દ્વારા આ ઘટના વિશે કોઇ સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી છે. રાજનાથસિંહે જણાવ્યું કે, આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સીડીએસની સાથે જ દરેક જવાનોના અંતિમ સંસ્કાર સંપૂર્ણ મિલિટ્રી સમ્માનની સાથે કરવામાં આવશે.

ગૃહમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, ચોપરમાં રહેલા ૧૪માંથી ૧૩ના મોત થયા છે. તેઓએ પણ જણાવ્યું કે, કંઇ રીતે બચાવ ટુકડીએ બાકી રહેલા ૧૩ને બચાવવાના દરેક પ્રકારના સંભવ પ્રયત્નો કર્યા. તેઓએ જણાવ્યું કે, ઘટના બાદ ઇજાગ્રસ્તોને વેલિંગ્ટન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઘટનામાં એકલા રહેલા ગ્રુપ કેપ્ટન વરૂણ હાલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ આ ક્રેશ બાદ ટ્રાઇ - સર્વિસ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. આ તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં થશે.

રાજનાથસિંહે જણાવ્યું કે, જનરલ બિપિન રાવત તેમના એક પૂર્વનિર્ધારિત સમારોહમાં સામેલ થવા જઇ રહ્યા છે. સવારે ૧૧.૪૮ પર સુલુરથી ટેકઓફ કર્યું તેને ૧૨.૧૫ વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ કરવાનું હતું પરંતુ ૧૨.૦૮ મિનિટ પર એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો ઘટના સ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું. પ્રાપ્ત જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં સવાર ૧૪માંથી ૧૩ના મોત થયા છે. તેમાં સીડીએમ બિપિન રાવત તેમજ તેની પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા. જનરલ બિપિન રાવત વેલિંગ્ટન ડિફેન્સ કોલેજના છાત્રો સાથે વાતચીત માટે તેમનો એક શેડયૂલ કાર્યક્રમ હતો.

રાજનાથસિંહે જણાવ્યું કે, દરેક પાર્થિક શરીરોને આજે સાંજે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે અને સંપૂર્ણ સમ્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

(3:27 pm IST)