Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ફૌજી સીમાની સુરક્ષા કરે છે, પત્રકાર લોકતંત્રની

૨૦૧૮માં કર્પૂરચંદ્ર કુશિલ આંતરરાષ્ટ્રીય પત્રકારિતા પુસ્તક સમારોહ મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત જનરલ બિપિન રાવતે કહ્યું હતું...

નવી દિલ્હીઃ  તા.૯, નવી દિલ્હીમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના થયેલ પત્રિકા સમૂહના આંતરરાષ્ટ્રીય કર્પૂરચંદ્ર કુલિશ પુરસ્કાર વિતરણ સમારોહના મુખ્ય અતિથિ તત્કાલીન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત હતા. આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા સમારોહમાં તેમના દ્વારા વ્યકત કરવામાં   આવેલ ઉદગારોનું અમે પુનઃ સ્મરણ કરી રહ્યા છીએ.

લોકતંત્રમાં સ્વતંત્ર પત્રકારિતા પર

લોકતંત્રની રક્ષામાં પત્રકારોની ભૂમિકા ખૂબ મહત્વની છે. પત્રકાર બ્રેકિંગ ન્યૂઝ આપતા સમયે દેશ અને સમાજ હિતનું ધ્યાન જરૂર રાખે છે. સમાચાર આપતા પહેલા એક વખત દિલ પર હાથ રાખી અન્તર્મનથી જરૂર વિચાર કરી લ્યો કે તેઓ જે  બતાવવા માટે લખવા જઈ રહ્યા છે. તે દેશ અને સમાજ માટે હિતકારી છે. સ્વતંત્ર પત્રકારિતા લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે. એટલા માટે પત્રકારિતાના નૈતિક મૂલ્યોનું ધ્યાન જરૂર રાખે. મને પૂરો વિશ્વાસ છે કે, પુરસ્કાર વિજેતા સચ્ચાઈને જનતા સમક્ષ ઉજાગર કરતા રહેશે.

ફૌજીઓ અને પત્રકારોની ભૂમિકા પર

એક ફૌજી વર્દીમાં સીમા પર દેશની સુરક્ષા કરે છે અને પત્રકાર દેશની અંદર રહીને લોકતંત્રની રક્ષા કરે છે. લોકતંત્ર પ્રેસને સ્વતંત્ર રિર્પોટિંગની સુવિધા આપે છે. અમને ગર્વ છે કે, અમે લોકતાંત્રિક દેશ છે અને મીડિયા પારદર્શિતા સાથે કામ કરે છે. તેમના પ્રત્યે જાગૃત પણ છે. પત્રિકા સમૂહ હિંદીની સેવા  કરવા સાથે જ ભારતની મહાનતાની જાણકારી પણ દેશ-દુનિયામાં આપી રહ્યા છે. મને એ વાત પર ગર્વ છે કે ભારત લોકતાંત્રિક દેશ છે અને  આપણે પારદર્શી પત્રકારિતા પ્રત્યે જાગૃત છે.

(2:31 pm IST)