Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મધુલિકા રાવત : આર્મી જવાનોની પત્નીઓના સશકિતકરણ કરવામાં ઉત્પ્રેરક

નવી દિલ્હી તા.૯ : શ્રીમતી મધુલિકા રાવત આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અને ઇન્ડિયન આર્મીના પ્રમુખ જનરલ બિપિન રાવતના પત્ની હતા. તે આર્મી કર્મચારીઓના બાળકો, પત્નીઓ અને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરતા હતા. આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશને ભારતની સૌથી મોટી એનજીઓ પૈકીની એક છે. મધુલિકા રાવત ઘણા કલ્યાણ કાર્યક્રમો અને ઝુંબેશોનો ભાગ રહ્યાં છે જે વીર નારીઓ અને અલગ-અલગ-દિવ્યાંગ બાળકોને મદદ કરતા હતા.

મધુલિકા રાવત આર્મીના જવાનોની પત્નીઓના સશકિતકરણ કરવામાં ઉત્પ્રેરક હતા. તેમને બ્યુટિશિયન કોર્સની સાથે નીટિંગ, ટેલરિંગ અને બેગ મેકિંગના કોર્સ અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવા માટે 'ચોકલેટ્સ અને કેક' બનાવવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તેઓ તેના સભ્યોની આરોગ્ય જાગૃતિ અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપતા હતા. મધુલિકા રાવતે અભ્યાસ દિલ્હીમાંથી કર્યો હતો અને ત્યાંની યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું હતું. AWWA સિવાય પણ તે ખાસ કરીને કેન્સર પીડિતો માટે ઘણા પ્રકારના સામાજિક કાર્યો કર્યા હતા.

મધુલિકા રાવત, પતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં હતા જે ગઈકાલે બપોરે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. કપલ કુન્નુરના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઇ હતી.

(12:36 pm IST)