Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કુન્નૂરમાં ક્રેશ સાઈટ પર પહોંચ્યા એર ચીફ ચૌધરી

જમીન પર પટકાયા પહેલા હેલિકોપ્ટર એક મોટા ઝાડ સાથે પણ અથડાયેલ અને પછી અગનગોળો બનેલ

નવી દિલ્હી તા. ૯ : ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત અન્ય ૧૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતીય વાયુ સેનાના પ્રમુખ વી આર ચૌધરી ગુરૂવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે દુર્ઘટના અંગેની જાણકારી મેળવી હતી. વાયુ સેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે રવાના થઈ ગયા હતા.

જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા અને અન્ય ૧૧ લોકોના પાર્થિવ શરીરને આજે તમિલનાડુથી દિલ્હી લાવવામાં આવશે. દુર્ઘટનાને નજરે નિહાળનારા કૃષ્ણ સ્વામી નામના એક શખ્સના કહેવા પ્રમાણે તેમણે હેલિકોપ્ટરને નીચે આવતા જોયું હતું. ખૂબ જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં તે ઝાડ સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી.

(12:34 pm IST)