Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પ્રિયંકા ગાંધીએ યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના 100 ઉમેદવારોને કર્યા ફાઇનલ :60 મહિલાઓને મળશે તક

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીની ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં મહિલાઓએ અરજી કરી. ટિકિટની વહેંચણીને લઈને પક્ષ દ્વારા ચકાસણી કામગીરી ચાલુ

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો છે  તેમણે રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશે પણ વાત કરી હતી. આ સાથે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પ્રિયંકાએ કહ્યું કે વર્ષ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે તેના 100 ઉમેદવારોની પ્રથમ યાદી નક્કી કરી છે અને તેમાં 60 મહિલાઓ છે.

એક પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીની ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં મહિલાઓએ અરજી કરી છે. ટિકિટની વહેંચણીને લઈને પક્ષ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 100 ટિકિટ ફાઈનલ થઈ ગઈ છે. તેમાંથી અમે 60 મહિલાઓને ટિકિટ આપી રહ્યા છીએ. અમે આ યાદી બહુ જલ્દી બહાર પાડીશું

કોંગ્રેસે યુપી ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાનું વચન આપ્યું છે. પરંતુ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 60 ટકા મહિલાઓના નામ ફાઈનલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સંસદ અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી યુપીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં તે 50 ટકા થાય. મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર ન રહે, પ્રતિનિધિત્વ પણ જોવું જોઈએ

(12:27 pm IST)